સમયસાર ગાથા ૨૩૭ થી ૨૪૧ ] [ ૧૧
વળી કેવું છે જ્ઞાન? તો કહે છે-
નચાવી રહ્યું છે.
नाटयेन क्रीडन्तं बन्धं’ પહેલાં એ નાચતું હતું રાગની ઘેલછાભર્યા નૃત્યથી. હવે સ્વભાવદ્રષ્ટિ થતાં તેને છોડીને પોતાની જાણનક્રિયારૂપ સહજ અવસ્થાને પ્રગટ નચાવી રહ્યું છે. જુઓ, આમાં બંધની સામે જ્ઞાન લીધું. કોનું? સમ્યગ્દ્રષ્ટિનું અહા! નિત્ય આનંદામૃતનું ભોજન કરે છે તે સમકિતીનું જ્ઞાન જાણનક્રિયારૂપ સહજ અવસ્થાથી નાચી રહ્યું છે. અર્થાત્ સમકિતીને જાણનક્રિયામાત્ર પોતાની સહજ નિર્મળ અવસ્થા વર્તમાન પ્રગટ થઈ છે. પહેલાં રાગ પ્રગટ થતો હતો તેને બદલે હવે જ્ઞાન પ્રગટ થયું છે.
અહા! સમ્યગ્જ્ઞાનીનું જ્ઞાન ધીર છે એટલે શું? કે તે ધીરું થઈને સ્વરૂપમાં સમાઈને રહેલું છે. આ કરું ને તે કરું-એવી બહારની હો-હા ને ધંધાલમાં તે પરોવાતું નથી. અહાહા...! અજ્ઞાની જ્યાં ખૂબ હરખાઈ જાય વા મુંઝાઈ જાય એવા અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગમાં જ્ઞાની તેને (-સંજોગને) જાણવામાત્રપણે-સાક્ષીભાવપણે જ રહે છે, પણ તેમાં હરખ-ખેદ પામતો નથી. શું કહ્યું? પ્રતિકુળતાના ગંજ ખડકાયા હોય તોપણ જ્ઞાની સ્વરૂપમાં નિશ્ચળ રહેતો થકો તેને જાણવામાત્રપણે રહે છે પણ ખેદખિન્ન થતો નથી. આવું જ્ઞાનીનું જ્ઞાન મહા ધીર છે. જે વડે તે અંતઃઆરાધનામાં નિરંતર લાગેલો જ રહે છે.
વળી તે ઉદાર છે. સાધકને અનાકુળ આનંદની ધારા અવિરતપણે વૃદ્ધિગત થઈ પરમ (પૂર્ણ) આનંદ ભણી ગતિ કરે એવા અનંત અનંત પુરુષાર્થને જાગ્રત કરે તેવું ઉદાર છે. ભીંસના પ્રસંગમાં પણ અંદરથી ધારાવાહી શાન્તિની ધારા નીકળ્યા જ કરે એવું મહા ઉદાર છે. જ્યાં અજ્ઞાની અકળાઈ જાય, મુંઝાઈ જાય એવા આકરા ઉદયના કાળમાં પણ જ્ઞાનીનું જ્ઞાન ધારાવાહી શાંતિ-આનંદની ધારાને તેમાં ભંગ ન પડે તેમ ટકાવી રાખે તેવું ઉદાર છે. અહાહા..! આવું જ્ઞાનીનું જ્ઞાન ઉદાર છે.
વળી ‘अनाकुलं’ અનાકુળ છે. જેમાં જરાય આકુળતા નથી તેવું આનંદરૂપ છે. જ્ઞાનીને ક્યાંય હરખ કે ખેદ નથી. તેને કિંચિત્ અસ્થિરતા હોય છે તે અહીં ગૌણ છે. વાસ્તવમાં તે નિરાકુળ આનંદામૃતનું નિરંતર ભોજન કરનારો છે. અહા! જાણવું, જાણવું માત્ર જેનું સ્વરૂપ છે તેમાં આકુળતા શું?