સમયસાર ગાથા ૨૩૭ થી ૨૪૧ ] [ ૧૯ સાથે એકત્વ કરવું, ભેળવી દેવું તે બંધનું કારણ છે એમ અહીં સિદ્ધ કરવું છે. વળી બીજી જગ્યાએ જયાં મોક્ષનું કારણ સિદ્ધ કરવું હોય ત્યાં એમ આવે કે-નિશ્ચયરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ એ મોક્ષનું કારણ છે અને વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તે બંધનું કારણ છે. પણ એ તો (સમકિતીને) મોક્ષના કારણની ને બંધના કારણની ભિન્નતા ત્યાં સ્પષ્ટ કરવી છે. અહીં તો મિથ્યાદ્રષ્ટિને કેમ બંધ છે એ સિદ્ધ કરવું છે. તેથી એને તો રાગનું ઉપયોગમાં એકત્વ કરવું એ બંધનું કારણ છે એમ સિદ્ધ કર્યું છે. આવી વાત છે.
હવે આમાં કોઈ કહે છે સંગઠન (સંપ) કરવું હોય તો વીતરાગભાવથી પણ લાભ થાય અને રાગથી પણ લાભ થાય એમ અનેકાન્ત કરો. મતલબ કે વીતરાગભાવ પણ મોક્ષનું કારણ છે અને શુભરાગ-પુણ્યભાવ પણ મોક્ષનું કારણ છે એમ માનો તો સંગઠન થઈ જાય.
તો કહીએ છીએ કે-પ્રભુ! આ તારા હિતની વાત છે. શું? કે રાગને-પુણ્યને- ભાવને ઉપયોગમાં એકત્વ કરવું એ બંધનું કારણ છે અને રાગને ઉપયોગથી ભિન્ન પાડીને એકલો (નિર્ભેળ) ઉપયોગ કરવો એ અબંધ-મોક્ષનું કારણ છે. આ મહાસિદ્ધાંત છે. આમાં જરાય બાંધછોડ કે ઢીલાપણું ચાલી શકે નહિ. રાગથી લાભ થાય એમ માને એ તો રાગથી પોતાનું એકત્વ કરનારો છે; તે મિથ્યાદ્રષ્ટિ છે અને તેને બંધ જ થાય, મોક્ષ ન થાય આવી વાત છે!
અહાહા...! અહીં કહેવું છે કે આત્માના ચૈતન્યના વેપારમાં રાગનું એકત્વ કરવું છોડી દે કેમકે ઉપયોગમાં-ચૈતન્યની પરિણતિમાં રાગનું એકત્વ કરવું એ બંધનું કારણ છે. ભાઈ! ચાહે તો દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો રાગ હો, ચાહે મહાવ્રતાદિનો વિકલ્પ હો, વા ચાહે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ હો-એને ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા સાથે એકત્વ કરે એ મિથ્યાત્વ છે અને એ જ સંસાર અને ચાર ગતિમાં રખડવાનું મૂળિયું છે. શું કહ્યું? ભક્તિ કે વ્રતાદિના વિકલ્પ તે મિથ્યાત્વ છે એમ નહિ, પણ તે વિકલ્પને-રાગને ઉપયોગમાં એકમેક કરવો તે મિથ્યાત્વ છે અને તે બંધનું સંસારનું મૂળ કારણ છે.
‘અહીં નિશ્ચયનય પ્રધાન કરીને કથન છે.’ એટલે કે વ્યવહારનો રાગ છે એને અહીં ગૌણ કરી નાખ્યો છે. જ્ઞાનીને અસ્થિરતાનો રાગ છે પણ એ વાત અહીં લેવી નથી. અહીં તો નિશ્ચય વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય છે તેના ઉપયોગમાં રાગનું કરવું એ બંધનું કારણ છે એમ વાત છે. સમ્યગ્દર્શન થયા બાદ જે અલ્પ રાગ થાય અને તે વડે તેને જે અલ્પ બંધ થાય