Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2506 of 4199

 

૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

(पृथ्वी)
तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां
तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः।
अकामकृतकर्म तन्मतमकारणं ज्ञानिनां
द्वयं न हि विरुध्यते किमु करोति जानाति च।।
१६६।।

તો તેનાથી બંધ થતો નથી. પરંતુ જ્યાં બુદ્ધિપૂર્વક જીવ મારવાના ભાવ થશે ત્યાં તો પોતાના ઉપયોગમાં રાગાદિકનો સદ્ભાવ આવશે અને તેથી ત્યાં હિંસાથી બંધ થશે જ. જ્યાં જીવને જિવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ અર્થાત્ તે અભિપ્રાયને પણ નિશ્ચયનયમાં મિથ્યાત્વ કહ્યું છે તો મારવાનો અભિપ્રાય મિથ્યાત્વ કેમ ન હોય? હોય જ. માટે કથનને નયવિભાગથી યથાર્થ સમજી શ્રદ્ધાન કરવું. સર્વથા એકાંત માનવું તે તો મિથ્યાત્વ છે. ૧૬પ.

હવે ઉપરના ભાવાર્થમાં કહેલો આશય પ્રગટ કરવાને, કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [तथापि] તથાપિ (અર્થાત્ લોક આદિ કારણોથી બંધ કહ્યો નથી અને

રાગાદિકથી જ બંધ કહ્યો છે તોપણ) [ज्ञानिनां निरर्गलं चरितुम् न इष्यते] જ્ઞાનીઓને નિરર્ગલ (-મર્યાદારહિત, સ્વછંદપણે) પ્રવર્તવું યોગ્ય નથી કહ્યું, [सा निरर्गला व्यापृतिः किल तद्–आयतनम् एव] કારણ કે તે નિરર્ગલ પ્રવર્તન ખરેખર બંધનું જ ઠેકાણું છે. [ज्ञानिनां अकाम–कृत–कर्म तत् अकारणम् मतम्] જ્ઞાનીઓને વાંછા વિના કર્મ (કાર્ય) હોય છે તે બંધનું કારણ કહ્યું નથી, કેમ કે [जानाति च करोति] જાણે પણ છે અને (કર્મને) કરે પણ છે- [द्वयं किमु न हि विरुध्यते] એ બન્ને ક્રિયા શું વિરોધરૂપ નથી? (કરવું અને જાણવું નિશ્ચયથી વિરોધરૂપ જ છે.)

ભાવાર્થઃ– પહેલા કાવ્યમાં લોક આદિને બંધનાં કારણ ન કહ્યાં ત્યાં એમ ન

સમજવું કે બાહ્યવ્યવહારપ્રવૃત્તિને બંધના કારણોમાં સર્વથા જ નિષેધી છે; બાહ્યવ્યવહારપ્રવૃત્તિ રાગાદિ પરિણામને-બંધના કારણને-નિમિત્તભૂત છે, તે નિમિત્તપણાનો અહીં નિષેધ ન સમજવો. જ્ઞાનીઓને અબુદ્ધિપૂર્વક-વાંછા વિના-પ્રવૃત્તિ થાય છે તેથી બંધ કહ્યો નથી, તેમને કાંઈ સ્વછંદે પ્રવર્તવાનું કહ્યું નથી; કારણ કે મર્યાદા રહિત (અંકુશ વિના) પ્રવર્તવું તે તો બંધનું જ ઠેકાણું છે. જાણવામાં અને કરવામાં તો પરસ્પર વિરોધ છે; જ્ઞાતા રહેશે તો બંધ નહિ થાય, કર્તા થશે તો અવશ્ય બંધ થશે. ૧૬૬.

“જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી; કરવું તે તો