સમયસાર ગાથા ૨૪૨ થી ૨૪૬ ] [ ૨૭
जानात्ययं न खलु तत्किल कर्मरागः।
रागं त्वबोधमयमध्यवसायमाहु–
र्मिथ्याद्रशः स नियतं स च बन्धहेतुः।। १६७।।
કર્મનો રાગ છે, રાગ છે તે અજ્ઞાન છે અને અજ્ઞાન છે તે બંધનું કારણ છે”. આવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ-
[यः करोति अयं खलु जानाति न] જે કરે છે તે જાણતો નથી. [तत् किल कर्मरागः] જે કરવું તે તો ખરેખર કર્મરાગ છે [तु] અને [रागं अबोधमयम् अध्यवसायम् आहुः] રાગને (મુનિઓએ) અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે; [सः नियतं मिथ्याद्रशः] તે (અજ્ઞાનમય અધ્યવસાય) નિયમથી મિથ્યાદ્રષ્ટિને હોય છે [च] અને [स बन्धहेतुः] તે બંધનું કારણ છે. ૧૬૭.
‘સમ્યગ્દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી, ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણી રાગાદિકનો સ્વામી થતો નથી.’
શું કહે છે? અહાહા...! ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવ પરિપૂર્ણ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માનાં જેને જ્ઞાન-પ્રતીતિ અને અનુભવ થયાં તે સમ્યગ્દ્રષ્ટિ છે. એવા સમ્યગ્દ્રષ્ટિને શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ નિરંતર હોવાથી તે પોતાના નિર્મળ જ્ઞાનસ્વભાવમાં રાગને એકપણે કરતો નથી. અહો! સમ્યગ્દર્શનનો કોઈ અચિંત્ય મહિમા છે કે દ્રષ્ટિવંત પુરુષ પોતાના ઉપયોગમાં રાગનો સંબંધ-જોડાણ જ કરતો નથી. એટલે શું? કે તે ઉપયોગને રાગથી અધિક જાણી રાગનો સ્વામી થતો નથી. અહાહા...! શુદ્ધ ઉપયોગની દશામાં જેને અતીન્દ્રિય આનંદસ્વભાવનું ભાન થયું તે હવે રાગાદિક જે દુઃખમય છે તેનો સ્વામી કેમ થાય? (ન જ થાય).
‘તેથી તેને પૂર્વોક્ત ચેષ્ટાથી બંધ થતો નથી-એ હવે કહે છેઃ-’
પાઠમાં (ગાથામાં) ‘करेदि’ શબ્દ પડયો છે. એટલે કોઈ એમ કહે કે પરની ક્રિયા આત્મા કરે છે તો એમ નથી. એ તો લોકો એમ (સંયોગથી) જુએ છે ને કે-આ કરે છે એટલે ‘करेदि’ શબ્દ વાપર્યો છે બાકી પરનું કોઈ કરે છે એમ છે