સમયસાર ગાથા ૨૪૨ થી ૨૪૬ ] [ ૩૩
સમ્યગ્દ્રષ્ટિને અંદરમાં રાગની એકતાબુદ્ધિ તૂટી ગઇ છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવ ને રાગ બન્ને ભિન્નપણે ભાસતા હોવાથી એને રાગનો સંબંધ નથી. તેથી બહારથી દેખાય છે એવા બીજા સર્વ સંબંધો હોવા છતાં તેને રાગનો સંબંધ નહિ હોવાથી કર્મબંધ થતો નથી. પૂર્ણ મુક્તસ્વરૂપ ભગવાન આત્માનો સંબંધ થતાં તેને રાગનો સંબંધ તૂટી ગયો છે; અને રાગના સંબંધના અભાવમાં તેને કર્મબંધ થતો નથી. આવી વાત છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘कर्मततः लोकः सः अस्तु’ માટે તે (પૂર્વોક્ત) બહુ કર્મથી (કર્મયોગ્ય પુદ્ગલોથી) ભરેલો લોક છે તે ભલે હો, ‘परिस्पन्दात्मक कर्म तत् च अस्तु’ તે મન- વચન-કાયાના ચલનસ્વરૂપ કર્મ (અર્થાત્ યોગ) છે તે પણ ભલે હો, ‘तानि करणानि अस्मिन् सन्तु’ તે (પૂર્વોક્ત) કરણો પણ તેને ભલે હો, ‘च’ અને ‘तत् चिद–अचिद्– व्यापादनं अस्तु’ તે ચેતન-અચેતનનો ઘાત પણ ભલે હો,...
અહાહા...! મુનિરાજ કહે છે-ચેતન-અચેતનના ઘાત આદિ સર્વ સંબંધો ભલે હો. ભાઈ! આથી એમ ન સમજવું કે સમકિતીને જીવનો ઘાત ઇષ્ટ છે. આ તો સર્વ બહારના સંબંધો પ્રતિ સમકિતીને ઉપેક્ષા છે એમ વાત છે. અહા! અમે એમાં જોડાતા નથી એમ મુનિરાજ કહે છે. અમને અમારા સ્વદ્રવ્યની અપેક્ષા થઇ છે એમાં સર્વ પરની ઉપેક્ષા છે એમ વાત છે. જેમ સ્વવસ્તુની અપેક્ષા એ બીજી ચીજ અવસ્તુ છે તેમ ભગવાન જ્ઞાયકની દ્રષ્ટિમાં રાગ અવસ્તુ છે. રાગ રાગમાં ભલે હો, પણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં એ નથી, એ મારામાં નથી એમ કહે છે. ભાઈ! વીતરાગનો મારગ ખૂબ ગંભીર છે!
બહુ કર્મથી ભરેલો લોક છે તો ભલે હો. મતલબ કે અનંત બીજા આત્માને અનંતા પરમાણુ ભલે હો. તેઓ પોતપોતાની અસ્તિમાં છે, તેઓ મારામાં કયાં છે? મને એનાથી કાંઇ (સંબંધ) નથી. મન-વચન-કાયાની ક્રિયા છે તો ભલે હો; તે એનામાં છે; એ પરનું અસ્તિપણું છે તે કાંઇ થોડું ચાલ્યું જાય છે? પણ તે મારામાં-શુદ્ધ ચૈતન્યમાં નથી. એનું અસ્તિત્વ એનામાં ભલે હો, મને કાંઇ નથી.
અહાહા...! કહે છે-તે પંચેન્દ્રિયોનો વેપાર ભલે હો, ને તે ચેતન-અચેતનનો ઘાત ભલે હો. ગજબ વાત! કોઈ ને એમ થાય કે પંચેન્દ્રિયોનો વિજય કરનારા અને છકાયની રક્ષા કરનારા મુનિરાજ શું આવું કરે? ચેતનમાં તો પંચેન્દ્રિયનો ઘાત