Pravachan Ratnakar (Gujarati). Gatha: 247.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2530 of 4199

 

ગાથા – ૨૪૭
जो मण्णदि हिंसामि य हिंसिज्जामि य परेहिं सत्तेहिं।
सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो।।
२४७।।
यो मन्यते हिनस्मि च हिंस्ये च परैः सत्त्वैः।
स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः।।
२४७।।
હવે મિથ્યાદ્રષ્ટિના આશયને ગાથામાં સ્પષ્ટ રીતે કહે છેઃ-
જે માનતો–હું મારું ને પર જીવ મારે મુજને,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૪૭.
ગાથાર્થઃ– [यः] જે [मन्यते] એમ માને છે કે [हिनस्मि च] ‘હું પર જીવોને

મારું છું (-હણું છું) [परैः सत्त्वैः हिंस्ये च] અને પર જીવો મને મારે છે’, [सः] તે [मूढः] મૂઢ (-મોહી) છે, [अज्ञानी] અજ્ઞાની છે, [तु] અને [अतः विपरीतः] આનાથી વિપરીત (અર્થાત્ આવું નથી માનતો) તે [ज्ञानी] જ્ઞાની છે.

ટીકાઃ– ‘પર જીવો ને હું હણું છું અને પર જીવો મને હણે છે’-એવો અધ્યવસાય

ધ્રુવપણે (-નિશ્ચિતપણે, નિયમથી) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.

ભાવાર્થઃ– ‘પર જીવોને હું મારું છું અને પર મને મારે છે’ એવો આશય અજ્ઞાન

છે તેથી જેને એવો આશય છે તે અજ્ઞાની છે-મિથ્યાદ્રષ્ટિ છે અને જેને એવો આશય નથી તે જ્ઞાની છે-સમ્યગ્દ્રષ્ટિ છે.

નિશ્ચયનયે કર્તાનું સ્વરૂપ એ છે કે-પોતે સ્વાધીનપણે જે ભાવરૂપે પરિણમે તે ભાવનો પોતે કર્તા કહેવાય છે. માટે પરમાર્થે કોઈ કોઈનું મરણ કરતું નથી. જે પરથી પરનું મરણ માને છે, તે અજ્ઞાની છે. નિમિત્તનૈમિત્તિકભાવથી કર્તા કહેવો તે વ્યવહારનયનું વચન છે; તેને યથાર્થ રીતે (અપેક્ષા સમજીને) માનવું તે સમ્યગ્જ્ઞાન છે.

*
સમયસાર ગાથા ૨૪૭ મથાળુ

હવે મિથ્યાદ્રષ્ટિના આશયને ગાથામાં સ્પષ્ટ રીતે કહે છેઃ-

ગાથા ૨૪૭ઃ ટીકા ઉપરનું પ્રવચન

“પર જીવોને હું હણું છું અને પર જીવો મને હણે છે”-એવો અધ્યવસાય