સમયસાર ગાથા ૨૪૮ થી ૨૪૯ ] [ પપ આયુકર્મનો ક્ષય ન હોય તો) મરણ કરાવું (-થવું) અશક્ય છે; વળી સ્વ-આયુકર્મ બીજાથી બીજાનું હરી શકાતું નથી, કારણ કે તે (પોતાનું આયુકર્મ) પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે; માટે કોઈ પણ રીતે બીજો બીજાનું મરણ કરી શકે નહિ. તેથી ‘હું પર જીવોને મારું છું અને પર જીવો મને મારે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે (-નિશ્ચિતપણે) અજ્ઞાન છે.
તો તે માન્યતા અજ્ઞાન છે. પોતાથી પરનું મરણ કરી શકાતું નથી અને પરથી પોતાનું મરણ કરી શકાતું નથી, છતાં આ પ્રાણી વૃથા એવું માને છે તે અજ્ઞાન છે. આ કથન નિશ્ચયનયની પ્રધાનતાથી છે.
વ્યવહાર આ પ્રમાણે છેઃ- પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવથી પર્યાયના ઉત્પાદ-વ્યય થાય તેને જન્મ-મરણ કહેવામાં આવે છે; ત્યાં જેના નિમિત્તથી મરણ (-પર્યાયનો વ્યય) થાય તેના વિષે એમ કહેવામાં આવે છે કે ‘આણે આને માર્યો’, તે વ્યવહાર છે.
અહીં એમ ન સમજવું કે વ્યવહારનો સર્વથા નિષેધ છે. જેઓ નિશ્ચયને નથી જાણતા, તેમનું અજ્ઞાન મટાડવા અહીં કથન કર્યું છે. તે જાણ્યા પછી બન્ને નયોને અવિરોધપણે જાણી યથાયોગ્ય નયો માનવા.
ફરી પૂછે છે કે “ (મરણનો અધ્યવસાય અજ્ઞાન છે એમ કહ્યું તે જાણ્યું; હવે) મરણના અધ્યવસાયનો પ્રતિપક્ષી જે જીવનનો અધ્યવસાય તેની શી હકીકત છે?” તેનો ઉત્તર કહે છેઃ-
હવે પૂછે છે કે આ અધ્યવસાન અજ્ઞાન કઈ રીતે છે? તેના ઉત્તરરૂપે ગાથા કહે છેઃ-
‘પ્રથમ તો, જીવોને મરણ ખરેખર સ્વઆયુકર્મના (પોતાના આયુકર્મના) ક્ષયથી જ થાય છે...’
કોઈ બીજો મારે છે-મારી શકે છે એમ નહિ, એનું આયુષ્ય પૂરું થયું એટલે મરણ થાય છે-દેહ છૂટે છે. જે સમયે ને ક્ષેત્રે આયુષ્ય પૂરું થાય એટલે તે સમયે ત્યાં દેહ છૂટી જાય છે. સમજાણું કાંઈ...? બાપા! આ તો ભગવાન જિનેશ્વરની વાણી! ગાથામાં છે ને કે-‘जिणवरेहिं पण्णत्तं’–ભગવાન જિનેશ્વર આમ કહે છે.