सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो।। २५०।।
स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः।। २५०।।
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨પ૦.
જિવાડું છું [च] અને [परैः सत्त्वैः] પર જીવો [जीव्ये च] મને જિવાડે છે, [सः] તે [मूढः] મૂઢ (-મોહી) છે, [अज्ञानी] અજ્ઞાની છે, [तु] અને [अतः विपरीतः] આનાથી વિપરીત (અર્થાત્ જે આવું નથી માનતો, આનાથી ઊલટું માને છે) તે [ज्ञानी] જ્ઞાની છે.
અધ્યવસાય ધ્રુવપણે (-અત્યંત ચોક્કસ) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.
છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદ્રષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે સમ્યગ્દ્રષ્ટિ છે.
ફરી પૂછે છે કે-‘(મરણનો અધ્યવસાય અજ્ઞાન છે એમ કહ્યું તે જાણ્યું; હવે) મરણના અધ્યવસાયનો પ્રતિપક્ષી જે જીવનનો અધ્યવસાય તેની શી હકીકત છે?’-તેનો ઉત્તર કહે છેઃ-
‘પર જીવોને હું જિવાડું છું અને પર જીવો મને જિવાડે છે-એવો અધ્યવસાય ધ્રુવપણે (અત્યંત ચોક્કસ) અજ્ઞાન છે.’