Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2560 of 4199

 

૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

“અર્થોતણું અયથાગ્રહણ, કરુણા મનુજ-તિર્યંચમાં,
વિષયો તણો વળી સંગ,-લિંગો જાણવાં આ મોહનાં.”

અહા! તિર્યંચ-મનુષ્યો પ્રેક્ષાયોગ્ય હોવા છતાં, તેમની હું દયા કરું-એવો તન્મયપણાનો દયાનો ભાવ, કરુણાનો ભાવ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. અહા! તિર્યંચ- મનુષ્યની-પરની દયા હું કરી શકું છું, તેને સુખ-દુઃખ હું કરી શકું છું એવી માન્યતા અજ્ઞાન છે.

‘જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદ્રષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે જ્ઞાની છે- સમ્યગ્દ્રષ્ટિ છે.’ લ્યો, આ સંક્ષેપ કહ્યો.

[પ્રવચન નં. ૩૧પ (ચાલુ) * દિનાંક ૯-૨-૭૭]