૧૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ હિંસા, જૂઠ, અદત્ત, અબ્રહ્મ ને પરિગ્રહ સંબંધી કિંચિત્ અશુભ રાગ અસ્થિરતામાં થાય છે પણ તેમાં એ બધું હું કરી શકું છું એવા મિથ્યા અભિપ્રાયનો અનંતો રસ તેને તુટી ગયો હોય છે તેથી જે અલ્પ રસ સહિત બંધ પડે છે તેને અહીં ગણતરીમાં લીધો નથી, કેમકે તે નિર્જરી જવા ખાતે હોય છે.
એના અસ્થિરતાના પરિણામને મુખ્ય કરીને ગણીએ તો તેને એ પાપબંધનું કારણ છે, પણ તેને અહીં ગૌણ કરી, અજ્ઞાનીને જે પરમાં એકત્વબુદ્ધિસહિત અધ્યવસાય છે તેને જ પાપબંધનું એકમાત્ર કારણ ગણ્યું છે.
હવે બીજી વાત જરા ઝીણી. શું કહે છે? કે- ‘અને જે અહિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે તેમ જે સત્ય, દત્ત, બ્રહ્મચર્ય અને અપરિગ્રહમાં પણ (અધ્યવસાય) કરવામાં આવે તે બધોય પુણ્યના બંધનું એકમાત્ર કારણ છે.
અહા! અહિંસામાં હું પરને જીવાડી શકું છું, બીજા જીવોની દયા પાળી શકું છું’ એવો જે અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે ને પુણ્યબંધનું કારણ છે. આવું લ્યો! ભાઈ! આ તો વીતરાગના કાયદા બાપુ!
અહાહા...! ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા જેને એક સમયમાં સત્ય અને અસત્ય બધું જ્ઞાનમાં આવ્યું એ ભગવાનની વાણીમાં આ આવ્યું કે- પરની અહિંસા કરી શકું છું, એકેન્દ્રિયાદિ છ કાયના જીવોની દયા કરી શકું છું એવો અભિપ્રાય મિથ્યા છે અને તે પુણ્યબંધનું કારણ છે. ભાઈ! પુણ્યબંધનું કારણ કહ્યું માટે હરખાવા જેવું નથી હોં; કેમ કે પુણ્યને પાપ-બન્નેમાંય બંધનું કારણ તો અહંકારયુક્ત એક મિથ્યા અધ્યવસાય જ છે. તેથી પુણ્ય સારું-ભલું ને પાપ ખરાબ એમ ફેર ન પાડવો. બન્ને બંધની અપેક્ષાએ સમાન જ છે.
જેમ અહિંસામાં તેમ સત્યમાં- હું સત્ય બોલું છું, વા ભાષા સત્ય કરી શકું છું એવો અધ્યવસાય તે મિથ્યાત્વભાવ છે. અરે ભાઈ! જે ભાષા બોલાય તે તો જડ શબ્દવર્ગણાનું કાર્ય છે. તેને ચેતન કેમ કરે. ? તથાપિ હું (-ચેતન) આમ સત્ય વચન બોલી શકું છું, અને હું બોલું તો બોલાય ને ન બોલું તો ન બોલાય એમ જે માને છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. અહા! સત્ય બોલવાનો ભાવ અને ભાષાના જડ પરમાણુઓની ક્રિયા હું કરું છું એમ જે માને છે તે મિથ્યાત્વભાવ છે. ત્યાં સત્ય બોલવાના શુભભાવથી પુણ્યબંધ થાય છે પણ સાથે અનંત સંસારનું બીજ એવું મિથ્યાત્વ તો ઊભું જ છે.
તેમ દત્તમાં, દીધા વિના લેવું નહિ, દીધેલું લેવું-એવો અચૌર્યનો ભાવ તે શુભભાવ છે. ત્યાં એ શુભભાવનો હું સ્વામી છું, ને દીધેલી પર ચીજ હું લેવી હોય તો લઉં, ન લેવી હોય તો ન લઉં- એમ પરદ્રવ્યની ક્રિયાનો હું સ્વામી છું એવો