૧૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ પદાર્થોનો નિષેધ કરાવી એ મિથ્યાત્વના પરિણામનો નિષેધ કરાવ્યો છે એમ સમજવું. માત્ર બાહ્યપદાર્થનો નિષેધ છે એમ ન સમજવું. પરિણામનો નિષેધ કરાવવા બાહ્યવસ્તુનો નિષેધ કર્યો છે. એમ તો બહારનો ત્યાગ અનંતવાર કર્યો, પણ એથી શું? બાહ્યવસ્તુ ક્યાં બંધનું કારણ છે? મિથ્યાત્વ ઊભું રહ્યું તો સંસાર ઊભો જ રહ્યો. સમજાણું કાંઈ....?
જુઓ, એક જણે પ્રશ્ન પૂછયો હતો કે- કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની શ્રદ્ધા એ મિથ્યાત્વ છે. તેમ સુદેવ-સુગુરુ-સુશાસ્ત્રની શ્રદ્ધા (-રાગ) પણ મિથ્યાત્વ છે?
ત્યારે કહ્યું-ના, એમ નથી. સુદેવ-સુગુરુ-સુશાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ તો શુભરાગ છે, એ મિથ્યાત્વ નથી. એવો ભાવ તો જ્ઞાનીને પણ હોય છે; પરંતુ એ શુભરાગમાં કોઈ ધર્મ માને તો તે માન્યતા મિથ્યાત્વ છે. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ છે એને ધર્મ માને તે મિથ્યાત્વ છે.
‘હું બીજાને જિવાડું-મારું’ ઇત્યાદિ એવો જે અધ્યવસાય-મિથ્યા પરિણામ છે તે જ બંધનું કારણ છે. ત્યાં બીજો જીવ મર્યો કે જીવ્યો એ કાંઈ આને બંધનું કારણ નથી. તો પછી એ બાહ્ય વસ્તુનો નિષેધ કેમ કર્યો. તો કહે છે-‘હું મારું-જિવાડું’ ઈત્યાદિ મિથ્યા અધ્યવસાનના નિષેધ અર્થે બાહ્યવસ્તુનો નિષેધ કર્યો છે, કેમકે બાહ્યવસ્તુના આશ્રય વિના અધ્યવસાન ઉપજતું નથી. લ્યો, આમાં ન્યાય સમજાય છે કાંઈ...?
પ્રશ્નઃ– તો અમારે બન્નેનો ત્યાગ કરવો કે એકનો? ઉત્તરઃ– એ તો કહ્યું ને કે- મિથ્યા અધ્યવસાનને છોડાવવા બાહ્યવસ્તુનો સંગ છોડો એમ કહ્યું છે. ભાઈ! બાહ્યનો ત્યાગ કરો એમ કહીને મિથ્યા અધ્યવસાયને છોડાવવું છે. સમજાય છે કાંઈ....?
આ બધા વાણિયા સંસારના ખૂબ ચતુર-ડાહ્યા હોય છે. બધા મજૂરની જેમ મજૂરી કરે પણ ન્યાય ને તર્કથી વસ્તુ શું છે એ નક્કી કરવાની દરકાર ન કરે. અહીં આચાર્ય મહારાજ એમ કહે છે કે-‘હું વેપાર કરું’ એવો જે અભિપ્રાય તે વેપારની ક્રિયા કરી શકતો નથી, કેમકે વેપારની ક્રિયા પોતાનાથી ભિન્ન પરચીજની ક્રિયા છે. એટલે એનો પરનો કર્તાપણાનો અભિપ્રાય મિથ્યા હોવાથી એને બંધનું કારણ છે. એ અભિપ્રાયનો આશ્રય પરચીજ છે. તેથી એ મિથ્યા અભિપ્રાયના નિષેધ અર્થે પરચીજનું લક્ષ છોડાવવા પરચીજનો નિષેધ કર્યો છે. આ લોજીકથી-ન્યાયથી તો વાત છે. ભગવાન સર્વજ્ઞનો માર્ગ ન્યાયપ્રાપ્ત છે, એને ન્યાયથી સમજવો જોઈએ.
જુઓ, એવો નિયમ છે કે બાહ્યવસ્તુના આશ્રય વિના અધ્યવસાન હોતું નથી, અને તેથી અધ્યવસાનને આશ્રયભૂત એવી બાહ્યવસ્તુનો અત્યંત પ્રતિષેધ છે; કેમકે કારણના નિષેધથી અર્થાત્ અધ્યવસાનના આશ્રયભૂત જે બાહ્યવસ્તુના નિષેધથી કાય