સમયસાર ગાથા-૨૬પ ] [ ૧૩૯ નામ અધ્યવસાનનો નિષેધ થાય છે. જેમકે ‘બીજાને જિવાડું’ એવો જે અધ્યવસાય તે અધ્યવસાયનું કારણ-આશ્રય જે પરજીવ તે પરજીવના સંગના નિષેધથી કાર્યભૂત અધ્યવસાનનો નિષેધ થાય છે. આવી વાત છે!
શ્રોતા-આ તો બહુ અટપટું લાગે છે.
બાપુ! સમજાય એવું તો છે. ન સમજાય એમ કેમ હોય? ફરીને લઈએઃ
જુઓ, જે ભાવ એમ થયો કે-‘આને જિવાડું, બચાવું, આહારાદિ આપું’ તે ભાવ- અભિપ્રાય જિવાડવા ને આહારાદિ આપવાની ક્રિયા કરી શકતો નથી તેથી તે મિથ્યા છે અને બંધનું કારણ છે. તેથી તે અભિપ્રાય નિષેધવા યોગ્ય છે. હવે તે અભિપ્રાયમાં પરવસ્તુ-પરજીવ આશ્રય-લક્ષ-નિમિત્ત છે. તો કહે છે તે મિથ્યા અભિપ્રાયનો આશ્રય- કારણ જે પર જીવ છે તેનો નિષેધ થઈ જતાં કાર્યભૂત અધ્યવસાનનો નિષેધ થાય છે, કેમકે આશ્રયભૂત પરવસ્તુના અભાવમાં અધ્યવસાન ઉપજતું નથી. તેથી બંધના પરિણામના નિષેધ અર્થે બાહ્યવસ્તુનો નિષેધ કરવામાં આવ્યો છે. સમજાણું કાંઈ....?
સ્ત્રીનો સંગ ન કરો એમ જે કહેવામાં આવે છે એ સ્ત્રીના લક્ષે જે પરિણામ થાય છે તે પરિણામનો નિષેધ કરવા માટે કહેવામાં આવે છે. સ્ત્રી તો પરવસ્તુ છે; એ કાંઈ બંધનું કારણ નથી. બંધનું કારણ તો સ્ત્રીના લક્ષે, ‘હું આમ વિષય સેવું’ એમ જે, મિથ્યા અધ્યવસાય થાય છે તે છેે. અહીં કહે છે કે એ મિથ્યા અધ્યવસાયના નિષેધ અર્થે બાહ્યવસ્તુનો-સ્ત્રી આદિનો નિષેધ કરવામાં આવે છે, કેમકે બાહ્યવસ્તુના આશ્રય વિના અધ્યવસાન ઉપજતું નથી. બહુ ઝીણી વાત ભાઈ! એણે કદી ન્યાયથી વિચાર્યું નથી; ઉપયોગને વસ્તુના સ્વરૂપ ભણી લઈ ગયો નથી. અહાહા.....! ન્યાયમાં ‘નિ’ ધાતુ છે ને? એટલે જે રીતે વસ્તુ છે તે રીતે જ્ઞાનને તેમાં દોરી જવું એનું નામ ન્યાય છે.
અહીં કહે છે-ભગવાન! તું એકવાર સાંભળ. કે ‘હું આ પૈસા બીજાને દઉં, દાન કરું’ એવો તારો જે અભિપ્રાય છે તે મિથ્યા છે. કેમ? કેમકે તે અભિપ્રાય પૈસા દેવાની ક્રિયા કરી શકતો નથી. અહા! એ પૈસાના-જડના ખસવાના પરિણામ તો જે કાળે જેમ થવા યોગ્ય હોય તેમ તે કાળે એના પોતાના કારણે થાય છે; અને તું માને છે કે ‘હું દઉં છું’; તેથી તારો એ મિથ્યા અધ્યવસાય છે અને તે બંધનું કારણ છે. આ મિથ્યા અધ્યવસાયને પરવસ્તુ જે પૈસા તે આશ્રયભૂત છે. હવે અહીં કહે છે કે-અધ્યવસાયનું કારણ-આશ્રય જે પરવસ્તુ-પૈસા તેનો નિષેધ થતાં, તેના તરફનું વલણ નિવૃત થતાં કાર્યભૂત જે મિથ્યા અધ્યવસાય તેનો નિષેધ થાય છે, કેમકે પરવસ્તુના આશ્રય