સમયસાર ગાથા-૨૬૬ ] [ ૧પપ સિદ્ધાંત આ છે કે -સ્વદ્રવ્ય પરદ્રવ્યનું કાંઈ પણ કરવા શક્તિમાન નથી અને છતાં કરી શકે છે એમ માનવું તે મિથ્યા માન્યતા હોવાથી મિથ્યાત્વ છે, મહા અનર્થનું કારણ છે.
પરનું કર્તાપણું તો દૂર રહો, ‘હું પરનો જાણનાર-દેખનાર છું’ એ પણ વ્યવહાર છે. નિશ્ચયથી તો હું પોતાનો (-આત્માનો) જાણનાર-દેખનાર છું-એ પરિણામ સાર્થક છે. સમજાણું કાંઈ....? આવી વાત છે! ગાથા ૨૬૬ પૂરી થઈ.
[પ્રવચન નં. ૩૨૦ (શેષ) અને ૩૨૧ * દિનાંક ૧પ-૨-૭૭ અને ૧૬-૨-૭૭]
×