Pravachan Ratnakar (Gujarati). Gatha: 267.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2636 of 4199

 

ગાથા–૨૬૭

कुतो नाध्यवसानं स्वार्थक्रियाकारीति चेत्–

अज्झवसाणणिमित्तं जीवा बज्झंति कम्मणा जदि हि। मुच्चंति मोक्खमग्गे ठिदा य ता किं करेसि तुमं।। २६७।।

अध्यवसाननिमित्तं जीवा बध्यन्ते कर्मणा यदि हि।
मुच्यन्ते मोक्षमार्गे स्थिताश्च तत् किं करोषि त्वम्।। २६७।।

હવે પૂછે છે કે અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું કઈ રીતે નથી? તેનો ઉત્તર કહે છેઃ-

સૌ જીવ અધ્યવસાનકારણ કર્મથી બંધાય જ્યાં
ને મોક્ષમાર્ગે સ્થિત જીવો મુકાય, તું શું કરે ભલા? ૨૬૭.

ગાથાર્થઃ– હે ભાઈ! [यदि हि] જો ખરેખર [अध्यवसाननिमित्तं] અધ્યવસાનના નિમિત્તે [जीवाः] જીવો [कर्मणा बध्यन्ते] કર્મથી બંધાય છે [च] અને [मोक्षमार्गे स्थिताः] મોક્ષમાર્ગમાં સ્થિત [मुच्यन्ते] મુકાય છે, [तद्] તો [त्वम् किं करोषि] તું શું કરે છે? (તારો તો બાંધવા-છોડવાનો અભિપ્રાય વિફળ ગયો.)

ટીકાઃ– ‘હું બંધાવું છું, મુકાવું છું’ એવું જે અધ્યવસાન છે તેની પોતાની અર્થક્રિયા જીવોને બાંધવા, મૂકવા (-મૂકત કરવા, છોડવા) તે છે. પરંતુ જીવ તો, આ અધ્યવસાયનો સદ્ભાવ હોવા છતાં પણ, પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી નથી બંધાતો, નથી મુકાતો; અને પોતાના સરાગ-વીતરાગ પરિણામના સદ્ભાવથી, તે અધ્યવસાયનો અભાવ હોવા છતાં પણ, બંધાય છે, મુકાય છે. માટે પરમાં અકિંચિત્કર હોવાથી (અર્થાત્ કાંઈ નહિ કરી શકતું હોવાથી) આ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી; અને તેથી મિથ્યા જ છે. -આવો ભાવ (આશય) છે.

ભાવાર્થઃ– જે હેતુ કાંઈ પણ ન કરે તે અકિંચિત્કર કહેવાય છે. આ બાંધવા- છોડવાનું અધ્યવસાન પણ પરમાં કાંઈ કરતું નથી; કારણ કે તે અધ્યવસાન ન હોય તોપણ જીવ પોતાના સરાગ-વીતરાગ પરિણામથી બંધ-મોક્ષને પામે છે, અને તે અધ્યવસાન હોય તોપણ પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધ-મોક્ષને નથી પામતો. આ રીતે અધ્યવસાન પરમાં અકિંચિત્કર હોવાથી સ્વ-અર્થક્રિયા કરનારું નથી અને તેથી મિથ્યા છે.

હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનિકારૂપે શ્લોક કહે છેઃ-