સમયસાર ગાથા-૨૬૭ ] [ ૧પ૭
तत्किञ्चनापि नैवास्ति नात्मात्मानं करोति यत्।। १७१।।
શ્લોકાર્થઃ– [अनेन निष्फलेन अध्यवसायेन मोहितः] આ નિષ્ફળ (નિરર્થક) અધ્યવસાયથી મોહિત થયો થકો [आत्मा] આત્મા [तत् किञ्चन अपि न एव अस्ति यत् आत्मानं न करोति] પોતાને સર્વરૂપ કરે છે, -એવું કાંઈ પણ નથી કે જે-રૂપ પોતાને ન કરતો હોય.
ભાવાર્થઃ– આ આત્મા મિથ્યા અભિપ્રાયથી ભૂલ્યો થકો ચતુર્ગતિ-સંસારમાં જેટલી અવસ્થાઓ છે, જેટલા પદાર્થો છે તે સર્વરૂપ પોતાને થયેલો માને છે; પોતાના શુદ્ધ સ્વરૂપને નથી ઓળખતો. ૧૭૧.
હવે પૂછે છે કે અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું કઈ રીતે નથી? તેનો ઉત્તર કહે છેઃ-
‘હું બંધાવું છું, મૂકાવું છું-એવું જે અધ્યવસાન છે તેની પોતાની અર્થક્રિયા જીવોને બાંધવા, મૂકવા તે છે.’
જુઓ અહીં ‘બંધાવું, મૂકાવું-’ એમ બે બોલ કેમ લીધા? કેમકે તે નવા આવ્યા છે. જીવન-મરણ કરું ને દુઃખી-સુખી કરું-એ બોલની વાત તો પહેલાં આવી ગઈ છે. આ બોલ પહેલાં નહોતા આવ્યા તો તેનો અહીં ખુલાસો કરે છે.
શું કહે છે? કે હું બીજા પ્રાણીને કર્મબંધન કરાવું છું કે એને કર્મબંધનથી છોડાવું છું એવું જે અધ્યવસાન છે તેની અર્થક્રિયા શું? તો કહે છે-બીજા જીવોને બાંધવા કે મૂકવા તે એની અર્થક્રિયા છે. હવે કહે છે-
‘પરંતુ જીવ તો, આ અધ્યવસાયનો સદ્ભાવ હોવા છતાં પણ, પોતાના સરાગ- વીતરાગ પરિણામના અભાવથી નથી બંધાતો નથી મૂકાતો; અને પોતાના સરાગ-વીતરાગ પરિણામના સદ્ભાવથી, તે અધ્યવસાયનો અભાવ હોવા છતાં પણ, બંધાય છે મૂકાય છે.’
અહાહા...! જોયું? કહે છે કે-બીજાને હું બંધાવું છું અર્થાત્ પાપમાં નાખું છું અને બીજાને છોડાવું છું અર્થાત્ મુક્ત કરાવું છું એવો તારો અધ્યવસાય-પરિણામ હોવા છતાં પર જીવો તો પોતાને સરાગ પરિણામ ન હોય તો બંધાતા નથી અને પોતાને વીતરાગ પરિણામ ન હોય તો મૂકાતા નથી. આ વસ્તુસ્થિતિ છે ત્યાં