૧પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ તારા પરિણામ શું કરી શકે? એ પ્રાણી તો પોતાના રાગના પરિણામ વિના બંધાશે નહિ અને વીતરાગતાના પરિણામ વિના મૂકાશે નહિ.
વળી જો કદીક બીજા જીવને બંધાવાના કે મૂકાવાના તારા પરિણામ ન હોય તો પણ તે બીજો જીવ પોતાના સરાગ પરિણામથી બંધાશે અને વીતરાગ પરિણામથી મૂકાશે. આવું જ વસ્તુસ્વરૂપ છે ત્યાં તારું શું કર્તવ્ય છે? ભાઈ! આ સમજ્યા વિના જ દુનિયા આખી સંસારમાં અનંતકાળથી રખડી મરે છે.
ભગવાન! તું અનાદિથી દુઃખી જ દુઃખી છે. મોટો પૈસાવાળો ધનપતિ થયો ત્યારે પણ, હું પૈસાવાળો છું, હું સંપત્તિની બરાબર વ્યવસ્થા કરી શકું છું, હું પૈસા દાનમાં આપી શકું છું અને ધન વડે બીજાને (-ગરીબોને) સુખ પહોંચાડી શકું છું-એવી મિથ્યા માન્યતા વડે મિથ્યાદ્રષ્ટિ થઈને દુઃખી જ રહ્યો છે. ભાઈ! તને મિથ્યાદર્શન શું ચીજ છે એની ખબર નથી પણ એના ગર્ભમાં અનંતકાળનાં પરિભ્રમણનાં પારાવાર દુઃખ રહ્યાં છે.
અહાહા....! હું બીજાને દુઃખી-સુખી કરું છું, બંધાવું-મૂકાવું છું એમ જે માને છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે અને તે ચારગતિમાં અનંતકાળ રખડી ખાય છે.
જુઓ, પહેલાં કહ્યું કે -તારા પરિણામ હોય કે હું પરને બંધાવું-મૂકાવું તો પણ પર જીવ તો એના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધાતો નથી કે મૂકાતો નથી. વળી કહ્યું કે તારા પરને બંધાવા-મૂકાવાના અધ્યવસાય ન હોય તોપણ પર જીવો તો પોતાના સરાગ-વીતરાગ પરિણામથી બંધાય છે કે મૂકાય છે. આમાં ખૂબી જોઈ? એમ કે-તારા અધ્યવસાય હોય કે ન હોય, પર જીવો તો પોતાના મિથ્યાત્વના ભાવને કારણે બંધાય છે અને વીતરાગભાવને કારણે મૂકાય છે. એટલે કે તારું અધ્યવસાન તો પર જીવોને બંધાવા-મૂકાવામાં ફોગટ વ્યર્થ છે.
અહા! આચાર્યદેવે આમાં ગજબની ખૂબી નાખી છે. તારા પર જીવોને બંધાવા- મૂકાવાના અધ્યવસાય ન હોય તોય પર જીવો તો પોતાના સરાગ-વીતરાગ પરિણામને કારણે બંધાય-મૂકાય છે, અને તને પર જીવોને બંધાવા-મૂકાવાના પરિણામ હોય તોપણ પર જીવો તો પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધાતા-મૂકાતા નથી. માટે તારા અધ્યવસાય પરમાં કાંઈ કરતાં નથી. લ્યો, આવી વાત છે! હવે એ જ કહે છે કે-
‘માટે પરમાં અકિંચિત્કર હોવાથી આ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી; અને તેથી મિથ્યા જ છે-આવો ભાવ (-આશય) છે.’
અહો! અદ્ભૂત અલૌકિક વાત છે ભાઈ! આ. અત્યારે તો પંડિતોમાં મોટી ચર્ચા