Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2639 of 4199

 

સમયસાર ગાથા-૨૬૭ ] [ ૧પ૯ ને વિવાદ ચાલે છે કે-પરનું કરી શકે છે; તથા કેટલાક લોકો પણ માને છે કે (-જીવ) પરનું કરી શકે છે.

અરે ભાઈ! જો તો ખરો ભગવાન! કે અહીં શું કહે છે આ? કહે છે-તારું અધ્યવસાન પરમાં તદ્દન અકિંચિત્કર છે, અર્થાત્ પરમાં કાંઈપણ કરી શકતું નથી. જેમ તારા સુખ-દુઃખના પરિણામમાં વિષયો અકિંચિત્કર છે. (જુઓ, પ્રવચનસાર ગાથા ૬૭), વિષયો તારા સુખ-દુઃખના પરિણામના કર્તા નથી તેમ તારું અધ્યવસાન પરમાં કાંઈ કરતું નથી અર્થાત્ પરદ્રવ્યની ક્રિયા કરવામાં-નીપજાવવામાં અકિંચિત્કર છે.

અહાહા...! ત્રણલોકના નાથ ભગવાન જિનેન્દ્રદેવ ધર્મસભામાં ગણધરો ને ઇન્દ્રોની સમક્ષ ઓમ્ધ્વનિમાં આ વાત કહેતા હતા અને સંતો એ વાત અહીં કહે છે. જુઓ, અત્યારે મહાવિદેહમાં સર્વજ્ઞ ત્રિલોકનાથ ભગવાન સીમંધર પ્રભુ બિરાજે છે. ત્યાં ૨૦૦૦ વર્ષ પર પ્રચુર આનંદમાં ઝૂલનારા, જ્ઞાની, ધ્યાની, મહાપવિત્ર દિગંબર સંત મહા મુનિવર ભગવાન કુંદકુંદાચાર્ય સં. ૪૯ માં ભગવાન પાસે સદેહે ગયા હતા અને આઠ દિ’ ત્યાં રહ્યા હતા. ત્યાંથી આવીને આ સમયસાર, પ્રવચનસાર આદિ શાસ્ત્ર બનાવ્યાં છે. તેઓ કહે છે-ભગવાનનો આ સંદેશો છે કે આત્મા પરદ્રવ્યમાં કાંઈપણ કરવા અકિંચિત્કર છે. અહાહા....! પર જીવોની દયા પાળવામાં આત્મા અકિંચિત્કર છે, અને પર જીવોને મારવામાં પણ આત્મા અકિંચિત્કર છે. આત્મા પરની દયા પાળી શકતો નથી અને પર જીવોને મારી શકતો નથી. ભાઈ! આ તો વસ્તુસ્થિતિની મર્યાદા છે કે પરદ્રવ્યની કોઈ ક્રિયા આત્મા કરી શકતો નથી.

પણ પરદ્રવ્યની ક્રિયા થાય એમાં એ નિમિત્ત તો છે ને?

નિમિત્ત છે એની કોણ ના પાડે છે? પણ નિમિત્ત પરમાં કાંઈ કરતું નથી, પરની ક્રિયામાં અકિંચિત્કર છે એમ વાત છે. નિમિત્ત પરમાં કાંઈક કરે છે એમ જો માનો તો નિમિત્ત જ ના રહે. અહા! મૂળ વાતમાં ફેર હોય ત્યાં શું થાય?

અરે! અનાદિથી જીવ મહા અનર્થનું કારણ એવા મિથ્યાત્વને લઈને સંસારમાં રખડે છે. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ એણે અનંતવાર કર્યાં; અને ભગવાનના સમોસરણમાં પણ અનંતવાર ગયો, છતાં ભવભ્રમણ ના મટયું. કેમ? કે મિથ્યાત્વ ઊભું હતું. અહા! તે મિથ્યાત્વ શું છે તે અહીં બતાવે છે. અહા! પરદ્રવ્યની ક્રિયા (દયા, દાન વગેરે) હું કરી શકું છું એવો જે ભાવ તે, પરમાં અકિંચિત્કર હોવા છતાં, આને અનંતકાળમાં સેવ્યા જ કર્યો છે; તે મિથ્યાત્વભાવ છે, અનંત સંસારનું મૂળ છે.

જયપુરમાં ‘ખાણિયા ચર્ચા’ થઈ એમાં મોટી ચર્ચા થઈ કે સોનગઢવાળા,