૧૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ નિમિત્ત પરમાં કાંઈ કરતું નથી એમ માને છે માટે તેઓ નિમિત્તને માનતા નથી. તો કહીએ છીએ-
નિમિત્ત હોય છે ખરું, પણ એ પરમાં અકિંચિત્કર છે. અર્થાત્ પરમાં કાંઈ કરતું નથી. કોઈ પંડિતે ઠીક જ લખ્યું છે કે-સોનગઢવાળા નિમિત્તને માનતા નથી એમ નથી, પણ નિમિત્ત પરમાં કાંઈ કરતું નથી એમ માને છે.
ભાઈ! આ શરીર હાલે છે, વાણી થાય છે તો એમાં આત્મા નિમિત્ત છે, પણ આત્મા શરીરને હલાવે છે, તેમ જ વાણી બોલે છે એમ નથી. આત્મા શરીરને હલાવી શકતો નથી, વાણી બોલી શકતો નથી. તેવી રીતે પર જીવની રક્ષા એના કારણે થાય તેમાં બીજો જીવ નિમિત્ત હોય પણ તે એની રક્ષા કરી દે છે એમ નથી. ભાઈ! નિમિત્ત અકિંચિત્કર છે, તે પરમાં કાંઈ કરી શકતું નથી. ભગવાન આત્મા પરદ્રવ્યની ક્રિયા કરવામાં અકિંચિત્કર છે.
આ વેપારીઓ બધા મોટો વેપાર કરે છે ને ચોપડા લખે છે ને? તેમાં લખે છે ને કે-બાહુબલીનું બળ હજો, અભયકુમારની બુદ્ધિ હજો વગેરે વગેરે. અહીં કહે છે-ભાઈ! એ વેપાર હું કરું છું ને ચોપડા હું લખું છું એવી તારી જે બુદ્ધિ છે તે વિપરીત બુદ્ધિ છે; કેમકે વેપારની-પૈસાની લેવડ-દેવડની ક્રિયા તું કરી શકતો નથી. એ ક્રિયા તો જડ પરમાણુની છે અને તેમાં તું નિમિત્ત ભલે હો, પણ તું એ ક્રિયા કરે છે-કરી શકે છે એમ છે જ નહિ. નિમિત્ત પરનું કાંઈ કરે છે એમ ત્રણકાળમાં નથી.
શ્રી જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે જ્ઞાની-ધર્માત્મા-સમકિતીને, પર જીવોને મારવા-બચાવવાના પરિણામ આવે, એવા વિકલ્પ થાય, પણ પર જીવોને હું મારી-બચાવી શકું છું એમ તે માનતા નથી. અરે તે એ વિકલ્પનાય સ્વામી થતા નથી ત્યાં પરની ક્રિયાના સ્વામી કેમ થાય? એ તો પર જીવ મર્યા કે બચ્યા તેમાં હું નિમિત્તમાત્ર છું, નિમિત્તકર્તા નહિ હોં, -એમ જાણે છે. અજ્ઞાનીને તો હું કરું છું, પરની ક્રિયાનો હું કરનારો છું-એમ કર્તાબુદ્ધિ છે, જ્યારે જ્ઞાની તો પોતાને થયેલા વિકલ્પના અને તે કાળે તેના નિમિત્તે થયેલી પરની ક્રિયાના જ્ઞાતા જ છે; કર્તા નહિ, નિમિત્તકર્તાય નહિ. લ્યો, આવો નિમિત્તકર્તા અને નિમિત્તમાત્રમાં મોટો ફેર છે. સમજાણું કાંઈ....?
અરે! લોકોને પોતાનો કાંઈ વિચાર નથી કે હું કોણ છું? ક્યાં ઊભો છું? ને મારું શું થશે? એમણે તો બસ રળવું-કમાવું, બાયડી-છોકરાંને પાળવાં-પોષવાં ને વિષયભોગ ભોગવવા ઈત્યાદિમાં પોતાનું સર્વસ્વ માની લીધું છે. અહીં કહે છે- ભાઈ! રળવા- કમાવાના, બાયડી-છોકરાંને પાળવા-પોષવાના ને વિષયભોગના ભાવ તું