૧૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ ભાગ્યની શી વાત! તેનું તો મહાકલ્યાણ થઈ જાય. અહા! આ શરીર, મન, વાણી, કુટુંબ- પરિવાર ઇત્યાદિ સર્વ પરદ્રવ્યની ક્રિયા હું કરી શકતો નથી એમ જેને અંતરમાં બેસી જાય તેની દ્રષ્ટિ સર્વ પરદ્રવ્યથી ખસીને ભગવાન જ્ઞાયકસ્વભાવી આત્મામાં લાગી જાય અને ત્યારે તેને મિથ્યાત્વનો નાશ થઈને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ જાય. આવો અદ્ભૂત સિદ્ધાંત ને અદ્ભૂત અંતઃતત્ત્વ છે. સમજાણું કાંઈ....?
‘જે હેતુ કાંઈપણ ન કરે તે અકિંચિત્કર કહેવાય છે.’ જુઓ, આ મહાસિદ્ધાંત કહ્યો. હેતુ નામ કારણ કહેવાય ખરું, પણ તે કાંઈપણ ન કરે તો અકિંચિત્કર છે, નિમિત્તકારણ અકિંચિત્કર છે, કેમકે તે પરમાં કાંઈ કરતું નથી. ‘નિશ્ચય-વ્યવહાર’માં પણ નિશ્ચયનો હેતુ-કારણ વ્યવહાર છે એમ (શાસ્ત્રમાં) આવે છે. ‘કારણ સો વ્યવહારો’-એમ આવે છે ને? તેમાં પણ આ જ સિદ્ધાંત છે કે વ્યવહાર છે તે હેતુ છે પણ એ કાંઈ નિશ્ચયને કરતું નથી અર્થાત્ એ અકિંચિત્કર છે. જે કોઈ કારણ, નિમિત્ત વા હેતુ પરનું કાંઈપણ ન કરે તે અકિંચિત્કર કહેવાય છે.
‘આ બાંધવા-છોડવાનું અધ્યવસાન પણ પરમાં કાંઈ કરતું નથી; કારણ કે તે અધ્યવસાન ન હોય તોપણ જીવ પોતાના સરાગ-વીતરાગ પરિણામથી બંધ-મોક્ષને પામે છે. અને તે અધ્યવસાન હોય તોપણ પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધ-મોક્ષને નથી પામતો.’
જુઓ, ‘બીજાને હું પાપ બંધાવું જેથી તે નરકાદિ દુર્ગતિએ જાય’-એવો જે અધ્યવસાય છે તે અકિંચિત્કર છે કેમકે તે પરને બંધાવાનું કાર્ય કરી શકતો નથી. પરને બંધાવાનો અધ્યવસાય પરને બંધાવી શકતો નથી. વળી ‘બીજાને હું બંધાવું’ એવો અધ્યવસાય ન હોય તોપણ બીજો પોતાના સરાગ-વિકારી પરિણામથી બંધાય છે. માટે પરને બંધાવાના તારા અધ્યવસાનના કારણે પર જીવ બંધાય છે એમ છે નહિ. પર જીવ તો પોતાના અજ્ઞાનમય રાગાદિભાવથી જ બંધાય છે.
વળી તારો પરને મુક્ત કરવાનો અધ્યવસાય હોય તોપણ વીતરાગભાવ વિના, સરાગ પરિણામનો અભાવ થયા વિના તે મૂકાતો નથી; અને પરને મુક્ત કરવાનો અધ્યવસાય ન હોય તોપણ વીતરાગભાવથી, સરાગ પરિણામના અભાવથી એની મુક્તિ થઈ જાય છે. માટે પરને મુક્ત કરવાના તારા અધ્યવસાનના કારણે પર જીવ મુકાય છે એમ છે નહિ. પર જીવ તો પોતાના વીતરાગભાવથી જ મુકાય છે. અહા! આ તો એકલા ન્યાય ભર્યા છે.
ભાઈ! તારા પરિણામ એવા હોય કે આને હું બંધાવું-મુકાવું તોપણ એ સામો જીવ પોતાના સરાગભાવ વિના બંધાય નહિ અને પોતાના વીતરાગભાવ વિના મુકાય