સમયસાર ગાથા-૨૬૭ ] [ ૧૬૩ નહિ. વળી ‘હું આને બંધાવું-મૂકાવું-એવા તારા પરિણામ ન હોય તોપણ સામો જીવ પોતાના સરાગભાવથી બંધાય છે અને વીતરાગભાવથી મૂકાય છે. આ પ્રમાણે પરના બંધ-મોક્ષમાં તારો અધ્યવસાય અકિંચિત્કર છે, અર્થાત્ કાંઈ પણ કરી શકતો નથી; માટે તે મિથ્યા-નિરર્થક છે.
લ્યો, આ નિમિત્તના સંબંધમાં મોટી તકરાર છે ને કે-નિમિત્ત પરનું કાંઈક કરે છે. એમ નથી ભાઈ! નિમિત્ત છે ખરું, પણ નિમિત્ત પરનું કાંઈ પણ ન કરે. નિમિત્ત પરમાં અકિંચિત્કર છે. આવી જ વસ્તુવ્યવસ્થા છે બાપુ! કર્મનો ઉદય જીવના વિકારી પરિણામનો હેતુ-નિમિત્ત છે, પણ તે જીવના વિકારી પરિણામને જરીય ન કરે. આ વસ્તુસ્થિતિ છે.
અહીં કહે છે-‘આ રીતે અધ્યવસાન પરમાં અકિંચિત્કર હોવાથી સ્વ-અર્થક્રિયા કરનારું નથી અને તેથી મિથ્યા છે.’
જીવના પરને દુઃખી-સુખી કરવાના, પરને મારવા-જિવાડવાના કે પરને બંધાવા- મૂકાવાના અધ્યવસાન છે તે પરમાં અકિંચિત્કર હોવાથી પોતાની પ્રયોજનભૂત ક્રિયા- સ્વઅર્થક્રિયા કરતા નથી માટે તે મિથ્યા છે. અલબત તે અધ્યવસાય પોતાના અનર્થ માટે સફળ છે, પણ પરમાં ક્રિયા કરવામાં નિષ્ફળ હોવાથી મિથ્યા છે. આવી વાત છે.
હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનિકારૂપે શ્લોક કહે છેઃ-
‘अनेन निष्फलेन अध्यवसायेन मोहितः’ આ નિષ્ફળ (નિરર્થક) અધ્યવસાયથી મોહિત થયો થકો ‘आत्मा’ આત્મા ‘तत् किञ्जन अपि न एव अस्ति यत् आत्मानं न करोति’ પોતાને સર્વરૂપ કરે છે, એવું કાંઈ પણ નથી કે જે-રૂપ પોતાને ન કરતો હોય.
શું કહે છે? કે આ જૂઠા-નિરર્થક અધ્યવસાયથી જીવ અનાદિથી ઘેલો નામ પાગલ થઈ રહ્યો છે. હું આનું કરું ને તેનું કરું, હું બાયડીનું કરું, છોકરાંનું કરું, રળવાનું કરું ને તેની વ્યવસ્થા કરું, બીજાને જિવાડવાનું કરું ને મારવાનું કરું, ઈત્યાદિ એવા અધ્યવસાયથી એ વિમોહિત અર્થાત્ પાગલ થઈ ગયો છે. અહા! આ બધા દુનિયાના કહેવાતા ડાહ્યા લોકો આ રીતે મૂર્ખ-પાગલ છે એમ કહે છે. જગતમાં જેટલા પદાર્થ છે તેની ક્રિયા હું કરું છું એમ માને છે ને? તેથી તેઓ મૂઢ મિથ્યાદ્રષ્ટિ પાગલ છે, કેમકે વાસ્તવિક સ્વરૂપ તો આ છે કે-
શાસ્ત્રમાં (સમયસાર કળશટીકામાં) આવે છે કે-જીવ સંસારમાં ભમતાં ભમતાં જ્યારે અર્ધપુદ્ગલપરાવર્તન માત્ર કાળ બાકી રહે છે ત્યારે જ સમ્યક્ત્વ ઉપજવાને