૧૯ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
મોક્ષનું કારણ છે. પણ ભાઈ! મનુષ્યપણું તો કર્મોદયજનિત પરની અવસ્થા છે. એ તો જ્ઞેય તરીકે પરચીજ છે પ્રભુ! એ મનુષ્યપણું મને મળ્યું અને તે ભલું, લાભકારી છે એવો અધ્યવસાય છે તે, કહે છે કે, અજ્ઞાન છે. આ હું નારકી છું, ઢોર છું, મનુષ્ય છું, દેવ છું- એવો જે અધ્યવસાય છે તે અજ્ઞાન છે.
છે તે કર્મોદયજનિત ભાવો સાથે ભગવાન જ્ઞાયકસ્વભાવી આત્માનું એકપણું કરતી હોવાથી અજ્ઞાન છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સદા એક જ્ઞાયકભાવસ્વરૂપ જ છે. એમાં નર, નારકાદિ ભાવો ક્યાં છે? નથી. તથાપિ હું મનુષ્ય છું, તિર્યંચ છું ઈત્યાદિ એવો જેને અધ્યવસાય છે તેને, ભગવાન જ્ઞાયકનું અને કર્મોદયજનિત નર-નારકાદિ ભાવોનું ભિન્નપણું નહિ જાણવાથી, તે અધ્યવસાન અજ્ઞાન છે. લ્યો, આવી વાત! જન્મ-મરણના ફેરા ટાળવાનો મારગ બહુ જુદો છે બાપા!
નામકર્મના ઉદયના નિમિત્તે જીવની જે અવસ્થાવિશેષ-ભાવવિશેષ છે તે મનુષ્યપણું છે. અહા! તે ઉદયજનિત પરવસ્તુ છે, અને આત્મા તો ત્રિકાળી એક જ્ઞાયકભાવરૂપ છે. આમા બે વસ્તુ ભિન્ન છે. એ બન્નેની ભિન્નતા નહિ જાણવાને લીધે હું મનુષ્યાદિ છું એવું અધ્યવસાન કરે તે અધ્યવસાન, ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી અજ્ઞાન છે, વળી તે ભિન્ન આત્માનું અદર્શન હોવાથી મિથ્યાદર્શન છે, અને તે ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી અચારિત્ર છે. અહા! જે ભગવાન જ્ઞાયકનો ને મનુષ્યાદિ ગતિના ભાવોનો વિશેષ નથી જાણતો તે અજ્ઞાની, અશ્રદ્ધાવાન ને અચારિત્રી છે. ભાઈ! આ મનુષ્યદેહથી કંઈક કરી લેવું એવો જે દેહના એકત્વનો અધ્યવસાય છે તે અજ્ઞાન, અદર્શન અને અચારિત્ર છે. સમજાણું કાંઈ...?
આત્માની તો એક જ્ઞપ્તિ-જ્ઞાનક્રિયા જ છે. એમાં શ્રદ્ધા આદિ અનંતગુણની ક્રિયા
ભેગી આવી જાય છે. જ્ઞાનની પ્રધાનતાથી એને જ્ઞપ્તિ કહી છે. હવે એને બદલે પરને મારું-જિવાડું ઈત્યાદિ અધ્યવસાન છે તે રાગદ્વેષમય વિકાર છે. હવે એ બન્નેની ભિન્નતાને નથી જાણતો પણ બન્નેને જે વડે એકરૂપ કરે છે તે અધ્યવસાન અજ્ઞાન છે, અદર્શન છે, અચારિત્ર છે.
નારકાદિ ગતિના ઉદયભાવોને એકપણે કરે તે અધ્યવસાન અજ્ઞાન છે, અદર્શન છે, અચારિત્ર છે. હું દેવ છું, હું મનુષ્ય છું- એમ માને તે અજ્ઞાન છે.