Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2690 of 4199

 

ર૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ છે ‘तत्’ તો પછી, ‘अमी सन्तः’ આ સત્પુરુષો ‘एकम् सम्यक् निश्चयम् एव निष्कम्पम् आक्रम्य’ એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને ‘शुद्धज्ञानघने निजे महिम्नि’ વિજ્ઞાનઘનસ્વરૂપ નિજ મહિમામાં ‘धृतिम् किं न बध्नन्ति’ સ્થિરતા કેમ- ધરતા નથી?

અહાહા...! કહે છે- तत્ એટલે તો પછી સત્પુરુષો એક નિશ્ચયમાં સ્થિરતા કેમ કરતા નથી? અહા! સત્પુરુષ કોને કહીએ? કે જેણે પરાશ્રયનો ભાવ દ્રષ્ટિમાંથી છોડીને ત્રિકાળી સત્ પ્રભુ આત્માનો અંતરમાં સ્વીકાર કર્યો છે એવા સંત પુરુષ સત્પુરુષ છે. સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા છે; તેના આશ્રયે જે સુખમાં પ્રવર્તે છે તે સંત મહાત્મા સત્પુરુષ છે. ભજનમાં આવે છે ને? કે-

‘સુખિયા જગતમાં સંત, દુરીજન દુઃખિયા રે’

જગતમાં એક સંત સુખિયા છે. એટલે શું? કે નિર્મળાનંદનો નાથ અનંત અનંત સ્વભાવો-શક્તિઓનો ભંડાર ભગવાન આત્માનો જેણે આશ્રય લીધો છે તે સંતો-સત્પુરુષો જગતમાં સુખી છે, અને પરથી એકત્વ માનીને પરના આશ્રયે થતા વિકારી ભાવમાં જે રોકાઈ પડયા છે, પરાશ્રિત ભાવથી જે લાભ માને છે તે દુરીજન એટલે દુર્જન જગતમાં દુઃખિયા છે. અહા! વ્યવહારથી લાભ થવાનું માને તે દુર્જન દુઃખિયા છે આકરી વાત બાપા!

ભાઈ! આ તો ‘जिनैःउक्तम्’ ત્રણ લોકના નાથ જિનેન્દ્ર ભગવંતોએ કહ્યું છે. હવે ભગવાનની ભક્તિ કરે અને ભગવાને જે કહ્યું છે તેને અંતરમાં ન સ્વીકારે તો તેને ભગવાનની-અર્હંતદેવની સાચી શ્રદ્ધા નથી. તેવી રીતે ગુરુની ભક્તિ કરે પણ જે પરાશ્રિત છે એવો સઘળોય વ્યવહાર અમે છોડાવવા માગીએ છીએ એમ ગુરુએ કહ્યું તે ન સ્વીકારે તેને ગુરુની શ્રદ્ધા નથી. અને તેવી રીતે તેને શાસ્ત્રની પણ શ્રદ્ધા નથી. આ પ્રમાણે અજ્ઞાની અનેક પ્રકારના ક્રિયાકાંડમાં પ્રવર્તવા છતાં તે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાથી રહિત દુર્જન દુઃખી જ છે.

અહાહા...! અહીં કહે છે- ‘એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને...’ જોયું? એક કહેતાં જેમાં બીજી ચીજ (રાગાદિ) નથી એવા સત્ય નિશ્ચયસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ પરમાત્મદ્રવ્યને જ નિષ્કંપપણે અંગીકાર કરીને તેમાં જ ઠર-એમ કહે છે. પહેલાં છોડવાયોગ્ય કહ્યું ત્યાં ‘व्यवहारः एव’ વ્યવહાર જ સઘળોય છોડ એમ કહ્યું. ને હવે ઠરવામાં પણ ‘एव’ શબ્દ વડે એક નિશ્ચયમાં જ ઠર એમ કહ્યું; મતલબ કે વ્યવહારના- અસ્થિરતાના રાગના-કંપમાં ન જા, પણ નિષ્કંપ એક નિશ્ચયમાં જ ઠર એમ કહે છે. ગજબનો કળશ છે ભાઈ!

અરે ભાઈ! તું વ્યવહાર-વ્યવહાર કરે છે પણ ભગવાને કહેલો વ્યવહાર-વ્રત,