Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2691 of 4199

 

સમયસાર ગાથા-ર૭૧ ] [ ર૧૧ સમિતિ, ગુપ્તિ આદિ પરાશ્રિત ભાવ-તો અભવિ પણ કરે છે પણ તેને કદીય આત્મલાભ થતો નથી. આ વાત આગળ ગાથા ર૭૩ માં આવે છે. કેટલાક લોકોને આ ખટકે છે. વ્યવહારનો પક્ષ છે ને? પણ ભાઈ! વ્યવહાર કોને કહેવાય તેની તને ખબર જ નથી. વાસ્તવમાં તો જેને એક સમ્યક્ નિશ્ચય શુદ્ધ આત્મદ્રવ્યનો અંતરમાં અનુભવ થયો છે તે સમકિતીને વ્રતાદિના વિકલ્પ જે હેયબુદ્ધિએ હોય છે તેને વ્યવહાર કહે છે, અને તે ભગવાને છોડાવ્યો છે-એમ વાત છે. જેને અંતરંગમાં નિશ્ચયનો અનુભવ જ નથી થયો તેને વ્યવહાર છે જ ક્યાં? તેને હેય-ઉપાદેયબુદ્ધિ છે જ ક્યાં? (તેને તો રાગની એકત્વબુદ્ધિ જ છે.)

અહા! વીતરાગ સર્વજ્ઞદેવની ધર્મસભામાં અતિ વિનયવાન થઈ ઇન્દ્રો ને ગણધરદેવો ભગવાનના શ્રીમુખેથી નીકળેલી જે પરમ અમૃત તત્ત્વની વાત સાંભળતા હતા તે આ વાત છે. કહે છે-સત્પુરુષો એક એટલે જેમાં પેલો વ્યવહાર નહિ એવા ભિન્ન શુદ્ધ નિશ્ચયને જ અંગીકાર કરી એમાં ઠરો. આવું હવે ઓલા વ્યવહારના પક્ષવાળાને આકરું લાગે પણ ભાઈ! આ તો તારા હિતની, તારા ઉદ્ધારની વાત છે.

અહાહા...! વસ્તુ આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ શુદ્ધ એક નિશ્ચય નિરુપાધિ નિષ્કંપસ્વરૂપ છે અને આ વ્યવહારનો વિકલ્પ-રાગ તો કંપ છે, ઉપાધિ છે. અહા! તે રાગના કંપથી અને ઉપાધિથી છૂટીને નિષ્કંપ નિરુપાધિ શુદ્ધ ચૈતન્યતત્ત્વમાં સ્થિતિ કરો એમ કહે છે. લ્યો, અહીં રાગને છોડવાયોગ્ય તથા ઉપાધિ કહે છે, બંધનું કારણ કહે છે, ત્યારે કોઈ લોકો એને લાભદાયક માને છે! બહુ ફેર ભાઈ! શું થાય! ભગવાનના વિરહ પડયા! કેવળી-શ્રુતકેવળી રહ્યા નહિ ને કેવળીના કેડાયતો પણ જોવા મળે નહિ અને આ બધા વિવાદ ઊભા કર્યા! ભાઈ! આ સર્વ વિવાદ મટી જાય એવી તારા હિતની વાત છે કે સર્વ પરાશ્રયના ભાવની રુચિ છોડીને એક શુદ્ધ ચૈતન્યતત્ત્વની રુચિ કરી તેમાં જ ઠરી જા.

શ્રી સમયસાર નાટકમાં શ્રી બનારસીદાસે આ કળશનો ભાવ આ પ્રમાણે પ્રગટ કર્યો છેઃ-

“અસંખ્યાત લોક પરવાંન જે મિથ્યાતભાવ,
તેઈ વિવહાર ભાવ કેવલી-ઉક્ત હૈ;
જિન્હકૌ મિથ્યાત ગયૌ સમ્યક દરસ ભયૌ,
તે નિયત-લીન વિવહારસૌ મુક્ત હૈ.
નિરવિકલપ નિરુપાધિ આતમ સમાધિ,
સાધિ જે સુગુન મોખ પંથકૌં ઢુક્ત હૈ;
તેઈ જીવ પરમ દસામૈં થિરરૂપ હ્યૈકૈ
ધરમમૈં ધુકે ન કરમસૌં રુકત હૈ.”