Pravachan Ratnakar (Gujarati). Gatha: 272.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2698 of 4199

 

ગાથા–૨૭૨
एवं ववहारणओ पडिसिद्धो जाण णिच्छयणएण।
णिच्छयणयासिदा पुण मुणिणो पावंति णिव्वाणं।। २७२।।
एवं व्यवहारनयः प्रतिषिद्धो जानीहि निश्चयनयेन।
निश्चयनयाश्रिताः पुनर्मुनयः प्राप्नुवन्ति निर्वाणम्।। २७२।।

હવે આ અર્થને ગાથામાં કહે છેઃ-

વ્યવહારનય એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચયનય થકી;
નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ૨૭૨.

ગાથાર્થઃ– [एवं] એ રીતે (પૂર્વોક્ત રીતે) [व्यवहारनयः] (પરાશ્રિત એવો) વ્યવહારનય [निश्चयनयेन] નિશ્ચયનય વડે [प्रतिषिद्धः जानीहि] નિષિદ્ધ જાણ; [पुनः निश्चयनयाश्रिताः] નિશ્ચયનયને આશ્રિત [मुनयः] મુનિઓ [निर्वाणम्] નિર્વાણને [प्राप्नुवन्ति] પામે છે.

ટીકાઃ– આત્માશ્રિત (અર્થાત્ સ્વ-આશ્રિત) નિશ્ચયનય છે, પરાશ્રિત (અર્થાત્ પરને આશ્રિત) વ્યવહારનય છે. ત્યાં, પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન (અર્થાત્ પોતાના ને પરના એકપણાની માન્યતાપૂર્વક પરિણમન) બંધનું કારણ હોવાને લીધે મુમુક્ષુને તેનો (-અધ્યવસાનનો) નિષેધ કરતા એવા નિશ્ચયનય વડે ખરેખર વ્યવહારનયનો જ નિષેધ કરાયો છે, કારણ કે વ્યવહારનયને પણ પરાશ્રિતપણું સમાન જ છે (-જેમ અધ્યવસાન પરાશ્રિત છે તેમ વ્યવહારનય પણ પરાશ્રિત છે, તેમાં તફાવત નથી). અને આ વ્યવહારનય એ રીતે નિષેધવાયોગ્ય જ છે; કારણ કે આત્માશ્રિત નિશ્ચયનયનો આશ્રય કરનારાઓ જ (કર્મથી) મુક્ત થાય છે અને પરાશ્રિત વ્યવહારનયનો આશ્રય તો એકાંતે નહિ મુક્ત થતો એવો અભવ્ય પણ કરે છે.

ભાવાર્થઃ– આત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવો થાય છે તે બધા વ્યવહારનયના વિષય હોવાથી વ્યવહારનય તો પરાશ્રિત છે, અને જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ નિશ્ચયનયનો વિષય હોવાથી નિશ્ચયનય આત્માશ્રિત છે. અધ્યવસાન પણ વ્યવહારનયનો જ વિષય છે તેથી અધ્યવસાનનો ત્યાગ તે વ્યવહારનયનો જ ત્યાગ છે, અને પહેલાંની ગાથાઓમાં અધ્યવસાનના ત્યાગનો ઉપદેશ છે તે