સમયસાર ગાથા-ર૭૧ ] [ ર૧૭
ત્યારે કહ્યું-અરે ભાઈ! ક્યા કામમાં તારે રહેવું છે? બાપુ! તને પરનાં કામ કરવાની હોંશુ છે પણ શું તું પરનાં કામ કરી શકે છે? કદાપિ નહિ; કેમકે પર પદાર્થો- પરમાણુ વગેરે સૌ પોતાના કાર્યને સ્વતંત્ર કરીને ઊભા (-અવસ્થિત) છે. તે પોતપોતાનું કાર્ય પ્રતિસમય પોતે જ કરી રહ્યા છે ત્યાં તું શું કરે? તું કહે કે હું આનું કાર્ય કરી દઊં એ તો કેવળ મિથ્યાબુદ્ધિ છે. પછી ડોકટરને થયું કે આ સાંભળવાથી તો કદાચ (પરનાં કામ) કરવાની હોંશુ નાશ પામી જશે. તેની સાંભળવા આવવું બંધ કર્યું.
લોકોત્તર વ્યવહાર જે જિનવરદેવે પંચમહાવ્રતાદિનો કહેલો છે તે પણ દુઃખરૂપ છે એવું ભગવાન જિનવરદેવનું વચન છે. એને છોડીને અહીં તો સ્વરૂપમાં જ સમાઈ જવાની વાત છે. સમજાણું કાંઈ...?