ર૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ છૂટીને ક્યાંય સંસારસમુદ્રમાં ડૂબી જઈશ. બાપુ! આ દેહ કાંઈ તારો નથી કે તે તારી પાસે રહે, અને (વ્યવહારનો) રાગેય તારો નથી કે તે તારી પાસે રહે. તારી પાસે રહેલી ચીજ તો અનંત જ્ઞાન, આનંદ ને વીતરાગી શાંતિથી ભરેલો ભગવાન આત્મા છે. માટે તેમાં તલ્લીન થઈને રહેને પ્રભુ!
અહાહા...! આચાર્ય કહે છે-તું સ્વઘરમાં રહેને પ્રભુ! તું પરઘરમાં કેમ ભટકે છે? નિર્મળાનંદનો નાથ ચિદાનંદઘન પ્રભુ તારું સ્વઘર છે. એ સ્વઘરને છોડીને પરઘર- પરવસ્તુમાં કેમ ભમે છે? અહા! પરઘરમાં ભમે એ તો એકલું દુઃખ છે, પરાશ્રિતભાવમાં રહે એ દુઃખ છે; માટે જ્યાં એકલું સુખ છે તે સ્વઘરમાં આવીને વસ; ત્યાં તને નિરાકુલ આનંદ થશે. અહા! પરભાવ (વ્યવહારના ભાવ) દુઃખરૂપ છે છતાં તેને છોડીને સત્પુરુષો અંદર સુખથી ભરેલા સ્વઘરમાં આવીને કેમ વસતા નથી? એ મહાન અચંબો છે.
પરવસ્તુની એકત્વબુદ્ધિ મિથ્યા છે, અસત્ય છે અને તેથી દુઃખરૂપ છે. સ્વના આશ્રયરૂપ એકતા તે સદ્બુદ્ધિ છે, અને સ્વ-પરની એકત્વબુદ્ધિ અસદ્બુદ્ધિ છે, મિથ્યાબુદ્ધિ છે.
સાથે પોતાના સત્ને ભેળવનારી-એકમેક કરનારી બુદ્ધિ અસદ્બુદ્ધિ છે, મિથ્યાબુદ્ધિ છે. તે મિથ્યા હોવાથી દુઃખદાયક અને દુઃખરૂપ છે, અને તેથી તે છોડાવવામાં આવી છે. આચાર્ય કહે છે-ભગવાને પર સાથેની એકત્વબુદ્ધિ છોડાવી છે તેથી અમે તને પરને આશ્રયે થતા બધાય ભાવોને, તેઓ દુઃખરૂપ છે એમ જાણીને છોડાવીએ છીએ તો તું ત્યાંથી (પરાશ્રયથી) હઠીને સ્વના આશ્રયમાં અંદર કેમ આવતો નથી? અહા! પરવસ્તુ મારી છે એમ માનવું એ જુઠું છે, પરમાં સુખબુદ્ધિ કરવી એ જૂઠી છે. તેથી અમે તને સર્વ પરાશ્રયનો દુઃખરૂપ ભાવ છોડાવીએ છીએ તો પછી અહીં સ્વમાં-સુખરૂપ સ્વરૂપમાં આવી કેમ ઠરતો નથી? લ્યો, આવું આશ્ચર્ય આચાર્યદેવ પ્રગટ કરે છે.
તારી દયા તો પાળ, તારી કરુણા કરને પ્રભુ! આ પરના આશ્રયે થયેલા (દયા, આદિના) ભાવથી તો તારા સ્વભાવનો ઘાત થાય છે, તારા સ્વરૂપની તેમાં હિંસા થાય છે, કેમકે તેમાં સ્વરૂપનો અનાદર થાય છે.
ને પછી કહેવા લાગ્યા- આ મહારાજનું આવું સાંભળીએ તો કોઈને કામના ન રહીએ અર્થાત્ કોઈનું કામ ન કરી શકીએ.