Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2695 of 4199

 

સમયસાર ગાથા-ર૭૧ ] [ ર૧પ

ત્યાં નિશ્ચયના વિકલ્પની વાત નથી, પણ નિશ્ચયસ્વરૂપના-સ્વના લક્ષ- આશ્રયની વાત છે. જ્યાં સ્વનો આશ્રય કીધો ત્યાં વિકલ્પ ક્યાં રહ્યો પ્રભુ? ત્યાં તો એકલો સ્વાનુભવ મંડિત નિરાકુળ આનંદનો અનુભવ છે. ઓલા’ હું બદ્ધ છું ને હું અબદ્ધ છું’ - એવા જે વિકલ્પ છે એ નયપક્ષ છે. એ નયપક્ષને તો ભગવાને છોડાવ્યો છે. હું શુદ્ધ છું, અબદ્ધ છું એવો વિકલ્પ છે તે (નિશ્ચયનો) નયપક્ષ છે, તે પરના આશ્રયે ઉત્પન્ન થાય છે; તેને ભગવાને છોડાવ્યો છે. બહુ સૂક્ષ્મ વાત પ્રભુ! ભગવાનનો મારગ બહુ સૂક્ષ્મ છે. અહીં તો એક શુદ્ધ નિશ્ચય જે પોતે સ્વ તેનો આશ્રય કરી તેમાં જ સત્પુરુષો કેમ ઠરતા નથી? -એમ આચાર્યદેવ અચરજ કરે છે. સમજાણું કાંઈ...?

અહાહા...! આ ઉપદેશ તો જુઓ! એકકોર ચિદાનંદઘન પ્રભુ આત્મા ને એકકોર અનંતા વિકારના પરિણામ. આ દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા આદિ પરિણામ એ બધા વિકારના પરિણામ છે. આગળ ગાથા ર૭૬-ર૭૭ માં આવશે કે આચારાંગ આદિ શાસ્ત્રનું જ્ઞાન છે તે શબ્દશ્રુત છે, કેમકે તે જ્ઞાનનો આશ્રય શબ્દશ્રુત છે, પણ આત્મા નથી; તેથી શબ્દશ્રુતનું જ્ઞાન છે તે આત્માનું જ્ઞાન નથી. લ્યો, આ પ્રમાણે ત્યાં વ્યવહારનો નિષેધ કર્યો છે. વળી નવતત્ત્વની જે શ્રદ્ધા છે એનો વિષય (-આશ્રય) જીવાદિ નવ પદાર્થો છે, પણ આત્મા નથી; તેથી તે આત્માનું શ્રદ્ધાન નથી. આ પ્રમાણે ત્યાં વ્યવહારનો નિષેધ કર્યો છે. તેવી રીતે છકાયના જીવોની દયા-રક્ષાના પરિણામ છે તેનો આશ્રય છકાયના જીવ છે, પણ આત્મા નથી. તેથી તે વ્યવહારચારિત્ર કાંઈ આત્માનું ચારિત્ર નથી. આ પ્રમાણે વ્યવહારચારિત્રનો નિષેધ કર્યા છે. અહીં (આ કળશમાં) એ ત્રણેય પ્રકારે જે વ્યવહારરત્નત્રયના પરિણામ છે તેને છોડાવ્યા છે. બહુ ગંભીર વાત છે ભાઈ!

અહાહા...! ભગવાન! તું કોણ છો? ને તારી હયાતીમાં શું ભર્યું છે? અહાહા...! તું સચ્ચિદાનંદસ્વરૂપ આનંદનો નાથ આત્મા છો ને પ્રભુ? ને તારી હયાતિમાં એકલાં જ્ઞાન ને આનંદ (વગેરે અનંતગુણ) ભર્યા છે ને. તો તેમાં એકત્વ કરીને, આ પરવસ્તુ મારી છે એવી પરમાં એકત્વબુદ્ધિ છોડી દે; અને સાથે જે આ પરના આશ્રયે દયા, દાન, વ્રત આદિના ભાવ થાય છે તે પણ છોડી દે, કેમકે એ સઘળા પરાશ્રયે થયેલા વિકારના ભાવ દુઃખરૂપ છે. અહા! આનંદકંદ પ્રભુ આત્માને છોડીને આ પર તરફની હોંશુના જેટલા પરિણામ થાય છે એ બધા દુઃખરૂપ છે. તારે સુખી થવું હોય તો બધાય વ્યવહારના ભાવોને છોડી દે, અને શુદ્ધ એક નિશ્ચયને જ અંગીકાર કરી તેમાં જ લીન થઈ જા.

અરે! આવી વાત એના કાનેય ન પડે તો એ ક્યાં જાય? બિચારે શું કરે? ભાઈ! જીવન (અવસર) ચાલ્યું જાય છે હોં. આ તત્ત્વની સમજણ ન કરી તો દેહ