Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2694 of 4199

 

ર૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ અહીં તો સિદ્ધાંત આ છે કે જેમ અભવિ જીવ વ્રતાદિને પાળવા છતાં જ્ઞાનઘન પ્રભુ આત્માનો આશ્રય કદી કરતો નથી તો તે સદા ચારગતિરૂપ સંસારમાં જ રખડે છે તેમ ભવિ જીવ પણ જો પરના આશ્રયે કલ્યાણ માની બાહ્ય વ્રતાદિમાં પ્રવર્તે અને જ્ઞાનઘનસ્વરૂપ પોતાના આત્માનો આશ્રય ન કરે તો તે પણ સંસારમાં રખડે જ છે. હવે આવું યથાર્થ સમજે નહિ ને એકાંત તાણે એ વીતરાગના શાસનમાં કેમ હાલે? (ન જ હાલે).

ભાઈ! અહીં આચાર્યદેવનું એમ કહેવું છે કે-જો ભગવાને પરના આશ્રયે થતું અધ્યવસાન અને પરનો આશ્રય (-અસ્થિરતા) -એમ બેય છોડાવ્યા છે તો હવે એક સ્વનો જ આશ્રય લેવાનો રહ્યો. તો પછી સત્પુરુષો એક નિશ્ચયને જ -જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માને જ -અસ્થિર થયા વિના, પ્રમાદ છોડીને નિષ્કંપપણે અંગીકાર કરીને તેમાં જ કેમ ઠરતા નથી? આમ આચાર્યદેવે આશ્ચર્ય પ્રગટ કર્યું છે.

એ તો આચાર્યદેવ પહેલાં અજ્ઞાનદશામાં હતા ત્યારે નહોતા ઠરતા, પણ હવે શું છે? (એમ કે હવે શાનું આશ્ચર્ય છે?)

ઉત્તરઃ– એ પહેલાં કેમ અંદર નહોતા ઠરતા એનું અત્યારે આશ્ચર્ય થાય છે; અને હવે અંતઃસ્થિરતા પોતે કરી છે તેથી સત્પુરુષો અંદર કેમ સ્થિરતા કરતા નથી? -એમ આશ્ચર્ય કરીને અંતઃસ્થિરતા કરવાની તેમને પ્રેરણા કરી છે.

અહાહા...! આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ શ્રદ્ધા, જ્ઞાન ને વીતરાગતાના સ્વભાવથી ભરેલો જ્ઞાનાનંદનો દરિયો છે. અહાહા...! તે એક એક ગુણની ઈશ્વરતાના- પરિપૂર્ણ પ્રભુતાના સ્વભાવથી પૂરણ ભરેલો છે. પણ એમાં શરીરાદિ પરવસ્તુ નથી, વ્યવહારરત્નત્રયનો રાગ એમાં નથી; અને પરવસ્તુમાં ને વ્યવહારના રાગમાં તે (- આત્મા) નથી. ભાઈ! આ ન્યાયથી તો સમજવું પડશે ને! આ કાંઈ વાણિયાના વેપાર જેવું નથી કે આ લીધું ને આ દીધું; આ તો અંતરનો વેપાર! આખી દિશા ને દશા બદલી નાખે. આચાર્યદેવ અહીં કહે છે કે ભાઈ! તારી પર તરફના આશ્રયની દિશાવાળી જે દશા છે તે દુઃખમય છે અને તે ભગવાને છોડાવી છે તો પછી હવે સ્વના આશ્રયની દિશાવાળી, શુદ્ધ એક નિશ્ચયસ્વરૂપ ભગવાન જ્ઞાનાનંદના આશ્રયની દિશાવાળી દશા કે જે અત્યંત સુખમય છે તેને નિષ્કંપપણે કેમ પ્રગટ કરતા નથી? લ્યો, આવી વાત છે!

પ્રશ્નઃ– પણ આ પ્રમાણે તો એક નિશ્ચયનો પક્ષ ખડો થાય છે! ઉત્તરઃ– ભાઈ! નિશ્ચયના વિકલ્પનો પક્ષ જુદી ચીજ છે ને એક નિશ્ચયનું-ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપનું-લક્ષ જુદી ચીજ છે. આવે છે ને કે- (ગાથા-ર૭ર)

‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની.’