સમયસાર ગાથા-૨૭૨ ] [ ૨૨પ સાધનેય નથી. એને જે સાધન છે તે એકાંત રાગ છે અને તે મિથ્યાત્વ સહિત હોવાથી દીર્ઘ સંસારનું જ કારણ છે. અહા! (કર્તા થઈ ને) એકાંતે વ્યવહારના કરનારા બિચારા દુઃખમાં પડયા છે, કેમકે તે એકાંત સંસારનું જ કારણ છે. આવી વાત છે.
અહીં કહે છે-મુમુક્ષુને અધ્યવસાનનો નિષેધ કરતા એવા નિશ્ચયનય વડે ખરેખર વ્યવહારનયનો જ નિષેધ કરાયો છે. જોયું? મુમુક્ષુને, બંધનું કારણ જે અધ્યવસાન તેનો નિષેધ નિશ્ચયનય વડે અર્થાત્ સ્વ-સ્વભાવના આશ્રય વડે કરાયો છે, નહિ કે વ્યવહારના આશ્રયે. વ્યવહારના આશ્રયે (વ્યવહાર કરતાં કરતાં) વ્યવહારનો નિષેધ થતો નથી પણ શુદ્ધ નિશ્ચયના આશ્રયે વ્યવહારનો નિષેધ કરાય છે. સ્વના આશ્રયે જ પરાશ્રયના ભાવનો નિષેધ થાય છે. આ વસ્તુસ્વરૂપ છે. હવે આવું વ્યવહારના પક્ષવાળાને આકરું લાગે પણ શું થાય?
અહા! જેમ પરમાં એકત્વબુદ્ધિરૂપ અધ્યવસાન પરાશ્રિત છે તેમ વ્યવહારનય પણ પરાશ્રિત છે. જેમ અધ્યવસાન બંધનું કારણ છે તેમ પરના આશ્રયે થયેલો વ્યવહારનો શુભભાવ પણ બંધનું જ કારણ છે. બેયમાં પરાશ્રિતપણું સમાન જ છે. માટે હવે કહે છે-
‘અને આ વ્યવહારનય એ રીતે નિષેધવાયોગ્ય જ છે.’ પરને આશ્રયે થયેલા બધા જ ભાવો નિષેધવાયોગ્ય જ છે એમ કહે છે. ત્યારે કોઈ વળી કહે છે-શુભભાવને પણ છોડવાલાયક કહેશો તો તેને છોડીને લોકો અશુભમાં જશે.
સમાધાનઃ– અરે પ્રભુ! તું સાંભળ તો ખરો. અહીં અશુભમાં જવાની કયાં વાત છે? શુભને પણ છોડવાલાયક માને તેણે અશુભને છોડવાલાયક માન્યું છે કે નહિ? બાપુ! શુભને પણ છોડવાલાયક માને એ તો સ્વના આશ્રયમાં જશે. ભાઈ! આત્માનો આશ્રય કરાવવા માટે વ્યવહાર સઘળોય નિષેધ કરવાયોગ્ય જ છે. અહા! જ્યાં પોતે સ્વના આશ્રયમાં જાય છે ત્યાં વ્યવહારનો નિષેધ સહજ થઈ જાય છે માટે વ્યવહાર નિષેધ કરવા લાયક જ છે.
અહા! શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માના આશ્રયે જે નિર્મળ રત્નત્રયરૂપ વીતરાગી પરિણતિ પ્રગટ થાય તે મોક્ષનું કારણ છે. આ સિવાય સમકિતીને જે વ્રતાદિનો શુભભાવ હોય છે, હોય છે ખરો, તે બંધનું જ કારણ છે અને તે નિષેધવાયોગ્ય જ છે. સમજાણું કાંઈ...? કહ્યું છે ને કે-