૨૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
અહાહા...! આત્મા જિનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ છે. તેમાં ભેદ આદિ પડે તે કર્મ પરવસ્તુ છે, આત્મા નહિ. લ્યો, આ ભગવાનની ઓમ્ધ્વનિનો મર્મ છે. શું? કે સ્વના આશ્રયે વ્યવહારનય નિષેધવાયોગ્ય જ છે.
સમકિતીને વ્યવહારનય હોય છે. નય બે છે તો તેનો વિષય પણ હોય છે. પણ વ્યવહારનયનો વિષય જે રાગ તે બંધનું કારણ છે, અને નિશ્ચયનો વિષય જે પૂર્ણાનંદનો નાથ એક જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા તેનું આલંબન મુક્તિનું કારણ છે. હવે આવી વાતુ સાંભળવાય મળે નહિ તે બિચારા શું કરે? કદાચ સાંભળવા મળે તો પકડાય નહિ, ને પકડાય તો ધારણામાં લેવું કઠણ પડે અને એની રુચિ થવી તો ઓર કઠણ વાત. પણ ભાઈ! આ અવસર છે હોં (એમ કે વ્યવહારનયને સ્વના આશ્રયે નિષેધવાનો આ અવસર છે.)
અહાહા... ! દેવાધિદેવ અરિહંત પરમાત્મા ધર્મસભામાં એમ ફરમાવે છે કે પ્રભુ! તું મારી સામું જોઈ મને માને (શ્રદ્ધે) એ બધો રાગ છે, કેમકે અમે તારા માટે પરદ્રવ્ય છીએ. તારું સ્વદ્રવ્ય છે એનાથી અમે પર છીએ. તેથી અમારી સન્મુખ થઈ અમને માનતાં તને શુભરાગ થશે. અમે તેનો નિષેધ કરીને કહીએ છીએ કે તે ધર્મ નથી. સમજાણું કાંઈ... ? (મતલબ કે સ્વમાં જો, સ્વમાં જા ને સ્વમાં ઠર.)
જુઓ, નય બે છે-નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચય એને કહીએ કે જે ત્રિકાળી એક જ્ઞાયકમાત્ર પ્રભુ આત્માનો-સ્વનો આશ્રય લે; અને વ્યવહારનય એને કહીએ કે જે પરનો આશ્રય લે. પરની એકત્વબુદ્ધિ ને પરનો આશ્રય એને વ્યવહાર કહીએ. એમાં સ્વના આશ્રયે ધર્મ થાય અને પરના આશ્રયે અધર્મ થાય. હવે આમાં (સ્વાશ્રય) કઠણ પડે માણસને એટલે કહે કે-વ્રત પાળે ને તપ કરે તે ધર્મ. પણ અરે ભાઈ! આત્માના આશ્રય વિના, સમ્યગ્દર્શન વિના વ્રત ને તપ કેવાં? એકડા વિનાનાં મીંડાંની સંખ્યા કેવી? એકડો હોય તો સંખ્યા બને, પણ એકડા વિનાનાં મીંડાં તો મીંડાં જ છે (શૂન્ય છે) તેમ સમ્યગ્દર્શન વિના, સ્વના આશ્રય વિના વ્રત ને તપ બધાં નિષ્ફળ છે; ધર્મ નથી, અધર્મ છે. હવે આવું જગતને આકરું પડે પણ શું થાય? અનંત તીર્થંકરોએ કહેલો મારગ તો આ એક જ છે. ભાઈ! શ્રીમદે કહ્યું છે ને કે-
બાપુ! પરમાર્થનો પંથ, મોક્ષનો પંથ તો આ એક જ છે. અહા! જેને આ મારગની વાત બેઠી એનું તો કહેવું જ શું? એને તો ભવબીજનો છેદ થઈ જાય છે. પણ અરે! જે એકાંતે પરાશ્રિત વ્યવહારમાં રોકાયેલો રહે છે તેઓ એકાદ ભવ દેવનો કરીને કયાંય કાગડે-કૂતરે-કંથવે તિર્યંચમાં ભવ-સમુદ્રમાં