Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2716 of 4199

 

૨૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ લે અત્યારે જેમ કોઈ ચોકા કરીને આહાર લે છે તેમ તે કદીય આહાર ન લે. પોતાના માટે બનાવેલો આહારનો એક કણિયો કે પાણીનું બિંદુ તે કદાપિ ગ્રહણ ન કરે. અહા! આવી એષણા સમિતિની ક્રિયાઓ એણે અનંતવાર કરી છે. પણ એમાં ભગવાન આત્મા ક્યાં છે? અહા! આનંદના નાથ પ્રભુ આત્માના આશ્રય વિના એ બધી વ્યવહારની ક્રિયા વ્યર્થ-ફોગટ જ છે; એ ક્રિયા કાંઈ ધર્મ પામવામાં કારણ બનતી નથી. અહા! મોક્ષમાર્ગ તો આ પરદ્રવ્યાશ્રિત વ્યવહારની ક્રિયાથી તદ્દન નિરપેક્ષ છે. અહા! દુનિયા સમજે ન સમજે, પણ મારગ તો આવો દુનિયાથી સાવ જુદો છે ભાઈ! બાપુ! મારગડા તારા જુદા છે પ્રભુ!

આદાનનિક્ષેપ સમિતિમાં તે વસ્તુને-મોરપીંછી, કમંડળ અને શાસ્ત્રને- સાવધાનીપૂર્વક કોઈ જીવજંતુને હાનિ ન થાય કે દુઃખ ન થાય તેમ ધ્યાન રાખીને લે અને મૂકે છે. જુઓ, મુનિરાજને મોરપીંછી અને કમંડળ-બે જ વસ્તુ હોય છે, એને વસ્ત્ર-પાત્ર કદીય ન હોય. કોઈ વસ્ત્ર-પાત્ર રાખે અને પોતાને મુનિ મનાવે તો એ તો સ્થૂલ મિથ્યાદ્રષ્ટિ છે અને એને મુનિ માનનાર પણ મિથ્યાદ્રષ્ટિ જ છે. અહીં કહે છે-અભવ્ય જીવે ભગવાને કહેલી આદાનનિક્ષેપ સમિતિ અનંતવાર પાળી છે, પણ એને ધર્મ નથી કેમકે એને પરાશ્રય મટીને કદી સ્વ-આશ્રય થતો નથી. અહા! આવો સ્વ-આશ્રયનો ભગવાનનો માર્ગ શુરાનો માર્ગ છે ભાઈ! કહ્યું છે ને કે-

‘હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જો ને.’ ‘હરિનો મારગ’ એટલે શું? ત્યાં પંચાધ્યાયીમાં ‘હરિ’ શબ્દનો અર્થ કર્યો છે કે- અજ્ઞાન, મિથ્યાત્વ અને રાગદ્વેષને જે હરે-નાશ કરે તે હરિ છે. અહા! આવા હરિનો મારગ મહા શૂરવીરનો મારગ છે; એને સાંભળીનેય જેનાં કાળજાં કંપે તે કાયરોનું એમાં કામ નથી. અહા! વ્યવહારથી-શુભક્રિયાથી ધર્મ થાય એવી માન્યતાવાળા કાયરોનું- નપુંસકોનું એમાં કામ નથી; કેમકે એ કાયરોને-પાવૈયાઓને મોક્ષમાર્ગરૂપ ધર્મની પ્રજા પાકતી નથી. અહા! જેમ નપુંસકોને પ્રજાની ઉત્પત્તિ થતી નથી તેમ શુભભાવમાં ધર્મ માનનારાઓને નિર્મળ રત્નત્રયરૂપ ધર્મની ઉત્પત્તિ થતી નથી; તેથી તેમને સમયસારમાં ‘क्लीब’ એટલે નપુંસક કહ્યા છે. સમજાણું કાંઈ...?

અહાહા...! ભગવાન આત્મા વીર્યશક્તિનો પિંડ છે. તેનું કાર્ય શું? તો કહે છે-જેવો પોતાનો દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવ છે તેવું સ્વભાવ-પરિણમન કરે અર્થાત્ પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રગટતા કરે તે તેનું કાર્ય છે. ભગવાને તેને આત્મબળ કહ્યું છે કે જે સ્વરૂપની રચના ક્રે, પણ રાગની રચના કરે તે આત્માનું વીર્ય નહિ, આત્મબળ નહિ; એ તો નપુંસકતા છે.

ભાઈ! આ તો માર્ગ છે એનું સ્પષ્ટીકરણ થાય છે. મુનિને એક કમંડળ