Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2718 of 4199

 

૨૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

ભાઈ! ભગવાન જિનવરનો માર્ગ પચાવવો મહા કઠણ છે. જેને તે પચે એને તો ભવ રહે જ નહિ. જેમ ભગવાન જિનવરને ભવ નથી તેમ તેના માર્ગમાં પણ ભવ નથી કેમકે તેમાં ભવના ભાવનો અભાવ છે. અહાહા...! ભગવાનના માર્ગમાં રાગ ને રાગની ભાવનાનો અભાવ છે. હવે એ લોકો કહે કે ચર્ચા કરો, પણ શાની ચર્ચા પ્રભુ? ભગવાન આત્મા સિવાય પરના-બીજાના આશ્રયે જે ભાવ થાય એને તમે ધર્મ મનાવવા ઇચ્છો છો ત્યાં શાની ચર્ચા પ્રભુ? આ ચોકખું તો કહે છે કે અભવ્ય જીવ અનંતવાર મહાવ્રતાદિરૂપ વ્યવહારચારિત્ર પાળે છે, છતાં તે નિશ્ચારિત્રી, અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જ છે, તેને કદીય ભવનો અંત થતો નથી, સંસાર મટતો નથી.

લોકોને એમ લાગે કે આ ઘરનું કાઢયું છે, પણ ભાઈ! આ તો શાસ્ત્રમાં છે એના અર્થ કર્યાં છે. તેં જે માનેલી વાત હોય એનાથી ધર્મની જુદી વાત હોય એટલે તને ગોઠે નહિ ને રાડ પાડે કે આ ઘરની વાત છે, પણ શું થાય? આ તો ભગવાનના પેટની વાત આચાર્ય ખોલીને તારા હિતને અર્થે કહે છે.

કહે છે-આવું ભગવાન જિનવરે કહેલું વ્યવહારચારિત્ર અભવ્ય પણ પાળે છે છતાં તે ચારિત્રરહિત, અજ્ઞાની ને મિથ્યાદ્રષ્ટિ જ છે, કારણ કે તે નિશ્ચયચારિત્રના કારણરૂપ જે આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન તેનાથી રહિત છે. અહા! સમ્યગ્દર્શન વિના વ્યવહારચારિત્ર કોઈ ચારિત્ર નથી, માત્ર થોથાં છે. માટે વ્યવહાર સઘળોય નિષેધ કરવા યોગ્ય છે. આવી વાત છે. સમજાણું કાંઈ...?

* ગાથા ૨૭૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘અભવ્ય જીવ મહાવ્રત-સમિતિ-ગુપ્તિરૂપ વ્યવહારચારિત્ર પાળે તોપણ નિશ્ચય સમ્યગ્જ્ઞાન-શ્રદ્ધાન વિના તે ચારિત્ર ‘સમ્યક્ચારિત્ર’ નામ પામતું નથી...’

શું કીધું? કે અભવ્ય ભગવાને કહેલું જે મહાવ્રત-સમિતિ-ગુપ્તિરૂપ વ્યવહારચારિત્ર તે બરાબર નિરતિચાર પાળે છે, પરંતુ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદનો તેને અભાવ હોવાથી એ બધું એને અચારિત્ર નામ અશાંતિ-દુઃખ જ છે. અહા! જેમાં અતીન્દ્રિય આનંદના સ્વાદનો અનુભવ નથી તે વ્યવહારચારિત્ર દુઃખ જ છે.

હવે આમ છે ત્યાં વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એ કયાં રહ્યું? બાપુ! એ તો દુઃખ ભોગવતાં ભોગવતાં નિરાકુળ સુખ આવે-એના જેવી (મિથ્યા) વાત છે. ભાઈ! વ્યવહારચારિત્રની દશાની દિશા પર તરફ છે, ને સમકિત આદિ ધર્મની દશાની દિશા સ્વ તરફ છે. બન્નેની દિશા જ વિરુદ્ધ છે; તો પછી જેની દિશા પર તરફ છે એવી દશામાંથી સ્વ-આશ્રયની દિશાવાળી દશા કયાંથી થાય? ન જ થાય.

અહા! જ્ઞાનની વર્તમાન પર્યાયમાં ભગવાન જ્ઞાયક જણાય છે (જુઓ ગાથા