૨૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ નહિ. એના ક્રમમાં તે જરૂર આવશે; જ્ઞાનીનેય આવશે ને અજ્ઞાનીનેય આવશે. પણ બેની માન્યતામાં ફેર છે. એક (-જ્ઞાની) એને હેય માને છે ત્યારે બીજો (-અજ્ઞાની) એને ઉપાદેય સ્થાપે છે. બેની માન્યતામાં મહાન અંતર!
શુભભાવ નહિ આવે? અહા! મુનિરાજને પણ પંચમહાવ્રતાદિના ભાવ આવે છે. પણ એને કરવા કયાં છે? એને એ કર્તવ્ય કયાં માને છે? એને તો એ બંધરૂપ જાણી હેય માને છે. બાપુ! જે શુભભાવ આવે છે તેને હેયપણે માત્ર જાણવા એ જુદી વાત છે અને એને ધર્મ વા ધર્મનું કારણ જાણી કરવા એ જુદી વાત છે. તું શુભાચરણને ચારિત્ર-ધર્મ માને છે પણ એ ચારિત્ર-ધર્મ છે જ નહિ. એને તો અહીં જૂઠો ધર્મ કહ્યો છે. સમજાણું કાંઈ...? માટે નિશ્ચય વડે-સ્વસ્વરૂપના આશ્રય વડે-વ્યવહારનો નિષેધ યોગ્ય જ છે.
‘અભવ્ય જીવને ભેદજ્ઞાન થવાની યોગ્યતા નહિ હોવાથી તે કર્મફળચેતનાને જાણે છે પરંતુ જ્ઞાનચેતનાને જાણતો નથી;...’
જોયું? રાગ ને જ્ઞાન (-આત્મા) બન્ને ભિન્ન છે. તેને ભિન્ન જાણી, બેનો ભેદ કરવાની યોગ્યતા અભવ્યને નથી. અહો! ભેદવિજ્ઞાન અલૌકિક ચીજ છે. કળશમાં આવે છે ને કે-
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। १३१।।
અહા! જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; અને જે કોઈ બંધાયા છે તે ભેદવિજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. અહો ભેદજ્ઞાન! એની પ્રગટતા થતાં જીવ મુક્તિ પામે ને એના અભાવે સંસારમાં બંધાયેલો રહે. અહા! ભેદજ્ઞાનનો અભાવ છે તે જ બંધન છે. રાગ ને જ્ઞાનને એક માની પ્રવર્તે તે બંધન છે, સંસાર છે.
અહીં કહે છે-અભવ્ય જીવ કર્મફળચેતનાને જાણે છે પરંતુ જ્ઞાનચેતનાને જાણતો નથી. અહા! તે શુભકર્મ અને એનું ફળ બહારમાં જે ભોગ મળે તેને જાણે છે, શ્રદ્ધે છે પણ કર્મચેતનાથી ભિન્ન અંદર નિર્મળાનંદનો નાથ ચૈતન્યમહાપ્રભુ છે તેની એકાગ્રતારૂપ જે જ્ઞાનચેતના તેને જાણતો નથી. અહા! તે રાગ ને રાગના ફળને જાણે છે પણ સદા અરાગી ભગવાન આત્મા અને એની એકાગ્રતા અરાગી શાંતિને તે જાણતો નથી.
શું કીધું? કે ભગવાન આત્મા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ એક ચિદ્રૂપ જ્ઞાનરૂપ છે. અહાહા...! જાણવું-જાણવું-જાણવું એવો એક જેનો સ્વભાવ છે એવો તે જ્ઞાનસ્વરૂપ છે. એની એકાગ્રતા તે જ્ઞાનચેતના અર્થાત્ સત્યાર્થ ધર્મ છે. તેને એ (-અભવ્ય, મિથ્યાદ્રષ્ટિ)