સમયસાર ગાથા-૨૭પ ] [ ૨૬૧ જાણતો નથી અને દયા, દાન, વ્રત આદિ રાગની એકાગ્રતા ને એના ફળમાં મળતા સંયોગને તે જાણે છે. અનાદિથી એવો મહાવરો છે ને? પં. શ્રી બનારસીદાસકૃત ‘પરમાર્થવચનિકા’ માં આવે છે કે-મૂઢ જીવને આગમપદ્ધતિ સુગમ છે તેથી તે કરે છે, પણ અધ્યાત્મપદ્ધતિને તે જાણતોય નથી. શું કીધું? કે આ વ્રત, તપ, શીલ ઇત્યાદિમાં સાવધાનપણું તે આગમપદ્ધતિ છે અને તે એને ચિરકાળથી સુગમ હોવાથી કરે છે, અને એમાં સંતોષાઈ જાય છે પણ સ્વસ્વરૂપમાં-શાશ્વત ચૈતન્યબિંબ પ્રભુ આત્મામાં- એકાગ્રતારૂપ અધ્યાત્મવ્યવહારને તે જાણતો પણ નથી. અહાહા...! વસ્તુ ત્રિકાળી ભગવાન તે નિશ્ચય છે અને એના આશ્રયે જે પરિણતિ થાય તે અધ્યાત્મ-વ્યવહાર છે; તેને અહીં જ્ઞાનચેતના કહે છે. અહા! અભવિ જીવ જ્ઞાનચેતનાને જાણતો જ નથી; માત્ર કર્મફળચેતનાને જ જાણે છે. આવી વાત છે!
હવે કહે છે- ‘તેથી શુદ્ધ આત્મિક ધર્મનું શ્રદ્ધાન તેને નથી.’ શું કહે છે? કે વસ્તુ જે એક જ્ઞાયકસ્વભાવમય આત્મા એની એકાગ્રતારૂપ જ્ઞાનચેતના એને તે જાણતો નહિ હોવાથી તે શુદ્ધ આત્મિક ધર્મને જાણતો નથી. અહાહા...! જ્ઞાનચેતના એ શુદ્ધ આત્મિક ધર્મ છે, સત્યાર્થ ધર્મ છે. ધીમે ધીમે સમજવું બાપા! પૂર્વે કોઈ દિ’ કર્યું નથી એટલે કઠણ લાગે છે પણ સત્ય જ આ છે. અહા! તે જ્ઞાનચેતનાને જાણતો નથી તેથી તેને શુદ્ધ આત્મિક ધર્મનું શ્રદ્ધાન નથી.
હવે કહે છે-તે શુભ કર્મને જ ધર્મ સમજી શ્રદ્ધાન કરે છે તેથી તેના ફળ તરીકે ગ્રૈવેયક સુધીના ભોગને પામે છે પરંતુ કર્મનો ક્ષય થતો નથી.’
જુઓ, ‘શુભકર્મ’ શબ્દે અહીં જડકર્મ નહિ પણ શુભભાવ, પુણ્યભાવની વાત છે. શુભભાવ રૂપ કર્મચેતનાને અહીં શુભકર્મ કહ્યું છે. ૧પ૪ માં આવે છે કે- ‘વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભકર્મો;’ જુઓ, છે કે નહિ અંદર? ગાથા ૧પ૩ ના ભાવાર્થમાં પણ છે કે- ‘વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભભાવરૂપ શુભકર્મો.’ ગાથા ૧પ૬ ની ટીકામાં આવે છે કે- ‘પરમાર્થ મોક્ષહેતુથી જુદો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષહેતુ કેટલાક લોકો માને છે, તે આખોય નિષેધવામાં આવ્યો છે.’ મતલબ કે શુભકર્મ શુભભાવરૂપ આચરણને તે ધર્મ સમજી શ્રદ્ધાન કરે છે.
વાસ્તવમાં વ્રત, તપ આદિ શુભકર્મ કાંઈ સદાચરણ (સત્નું આચરણ) નથી, પણ અસદાચરણ (જૂઠું આચરણ) છે. અહાહા...! ત્રિકાળી સત્ શાશ્વત ચિદાનંદ પ્રભુ અંદર છે એમાં એકાગ્રતા-લીનતા તે સદાચરણ છે, બાકી શુભભાવ કાંઈ સદાચરણ નથી, ધર્મ નથી. અહા! અભવિ જીવ એને (-શુભકર્મને) જ ધર્મ જાણી શ્રદ્ધાન કરે છે.
અહા! જુઓ, અજ્ઞાનીને એકલી કર્મધારા છે, ભગવાન કેવળીને એકલી જ્ઞાનધારા છે, અને જ્ઞાનીને જ્ઞાનધારા ને કર્મધારા બન્ને હોય છે. જ્ઞાનીને જ્ઞાનમય પરિણમન