૨૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ છે, પણ દશામાં જ્ઞાનીને પૂર્ણતા નહિ હોવાથી, અથવા દ્રવ્યનો પૂર્ણ આશ્રય નહિ હોવાથી કમજોરીમાં શુભભાવ આવ્યા વિના રહેતો નથી. તેથી જ્ઞાનીને જ્ઞાનધારા ને કર્મધારા બન્ને હોય છે. તેમાં જ્ઞાનધારા છે તે ધર્મ છે ને કર્મધારા તે અધર્મ છે. ‘આત્માવલોકન’ માં છે કે જ્ઞાનીને ધર્મ ને અધર્મ બેય છે તે આ રીતે. હવે આમાં લોકો રાડ નાખે છે; પણ એમાં રાડ નાખવા જેવું છે શું? વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, ને રાગ વસ્તુસ્વભાવથી વિરુદ્ધ ભાવ છે તેથી તે અધર્મ છે. ન્યાયથી તો વાત છે. પણ આદત છે ને? ભેદવિજ્ઞાનની અયોગ્યતા છે ને? તેથી તે શુભકર્મને જ ધર્મ સમજી શ્રદ્ધાન કરે છે, અને એના ફળમાં ગ્રૈવેયક સુધીના ભોગને પામે છે. પરંતુ તેને કર્મક્ષય થતો નથી.
કર્મક્ષય કયાંથી થાય? શુભકર્મ છે તે બંધભાવ છે; એનાથી એને બંધન થાય, પણ કર્મક્ષય કયાંથી થાય?
ત્યારે એ કહે છે-એથી પાપ ઘટે ને પુણ્ય વધે છે. પણ બાપુ! એ તો બધું કર્મ (બંધન) જ છે; એમાં કર્મક્ષય કયાંય નથી. ‘આ રીતે સત્યાર્થ ધર્મનું શ્રદ્ધાન નહિ હોવાથી તેને શ્રદ્ધાન જ કહી શકાતું નથી.’ અહાહા...! શુભકર્મમાત્ર જૂઠા ધર્મનું શ્રદ્ધાન એને છે ને કર્મક્ષયનું નિમિત્ત એવા શુદ્ધ આત્મિકધર્મનું એને શ્રદ્ધાન નથી તેથી એને શ્રદ્ધાન જ નથી એમ કહે છે. એમ કે સત્યાર્થ ધર્મનું શ્રદ્ધાન જ શ્રદ્ધાન છે, પણ તે એને છે નહિ માટે તેને શ્રદ્ધાન જ નથી આવી વાત છે!
‘આ પ્રમાણે વ્યવહારનયને આશ્રિત અભવ્ય જીવને જ્ઞાન-શ્રદ્ધાન નહિ હોવાથી નિશ્ચયનય વડે કરવામાં આવતો વ્યવહારનો નિષેધ યોગ્ય જ છે.’
જોયું? અભવ્યને વ્યવહારનયનો આશ્રય છે. તે અગિયાર અંગ સુદ્ધાં ભણે છે ને ભગવાને કહેલાં વ્રતાદિ પાળે છે, પણ તેને નિશ્ચય જ્ઞાન-શ્રદ્ધાન હોતાં નથી. વ્યવહારનયનો આશ્રય હોવાથી એને સાચાં જ્ઞાન-શ્રદ્ધાન થતાં નથી. માટે અહીં કહે છે- નિશ્ચયનય વડે વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે. સ્વસ્વરૂપના આશ્રય વડે વ્યવહારનો- રાગનો નિષેધ કરવો યોગ્ય જ છે-એમ કહે છે. સમજાણું કાંઈ...?
પંડિત જયચંદજી હવે કહે છે કે- ‘અહીં એટલું વિશેષ જાણવું કે-આ હેતુવાદરૂપ અનુભવપ્રધાન ગં્રથ છે તેથી તેમાં ભવ્ય-અભવ્યનો અનુભવની અપેક્ષાએ નિર્ણય છે.’
અભવ્યને અનુભવ-વેદન વિકારનો છે અને જ્ઞાનીને અનુભવ શુદ્ધ ચૈતન્યનો છે. હેતુ એટલે ન્યાયથી-યુક્તિથી અનુભવપ્રધાન અહીં વાત કરી છે.
‘હવે જો આને અહેતુવાદ આગમ સાથે મેળવીએ તો-અભવ્યને વ્યવહારનયના