૨૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
સમાધાનઃ– શુદ્ધ નિશ્ચય એક આત્માનું જ્ઞાન ને દર્શન થયા પછી પણ ધર્માત્માને છ કાયની દયાનો વિકલ્પ-વ્યવહાર હોય છે, પણ તેને એ હેયપણે છે. આત્માનાં શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જેને પ્રગટ છે એવા મુનિવરને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ઇત્યાદિ વ્યવહાર-રાગ હોય છે પણ તેને એ હેયબુદ્ધિએ હોય છે. એમાં એને સ્વામિત્વ નથી. સાધકને એક સમયમાં બેય હોય છે. સાધક છે ને? અધૂરો છે ને? સાધક હોય એટલે ત્યાં બાધકપણું હોય પણ તેને એ હેય છે.
મિથ્યાદ્રષ્ટિને એકલું બાધકપણું છે, ભગવાન કેવળીને એકલા સાધકપણાનું ફળ પૂર્ણ દશા છે અને સાધકને સાધક-બાધક બેય છે. એને સ્વના આશ્રયે જ્ઞાન, દર્શન ને ચારિત્ર તે નિશ્ચય ને પરના આશ્રયે જરી રાગ થાય તે વ્યવહાર-એમ બેય હોય છે. પણ એ વ્યવહાર કાંઈ સ્વ-વસ્તુ નથી, દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી. એ તો સહચર નિમિત્ત જાણીને એને વ્યવહાર કહેવામાં આવે છે, બાકી છે એ હેય જ. સમજાણું કાંઈ...?
અહા! આવો વ્યવહાર અભવ્યો અને ભવ્યો પણ કરે છે, પણ અંતરંગમાં શુદ્ધ આત્માનો આશ્રય કર્યા વિના એને ચારિત્રનો અભાવ છે. અહા! અનંત કાળમાં એણે અનંત પદ્ગલપરાવર્તન કર્યાં. એક એક પુદ્ગલપરાવર્તનના અનંતમા ભાગમાં અનંતા દ્રવ્યલિંગ, યથાર્થ દ્રવ્યલિંગ હોં, અનંતવાર ધાર્યાં, પણ ભગવાન આત્માના આશ્રયે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ કર્યાં નહિ. એ બધી બહારની ક્રિયા તો શુભરાગ છે. એને ધર્મ માની એ કરે ને બહારમાં લોકો પણ એને સારું આચરણ કહે પણ સર્વજ્ઞ પરમાત્મા એને સદાચરણ (સત્ય આચરણ) નહિ પણ અસદાચરણ અર્થાત્ અસત્ય આચરણ કહે છે. સમજાણું કાંઈ...? બાપુ! જે આચરણમાં સચ્ચિદાનંદનો નાથ પ્રભુ આત્મા હોય નહિ તે અસદાચરણ છે.
ભાઈ! આ ત્રિલોકનાથ સીમંધર ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણી અહીં આવી છે. શ્રી સીમંધર પરમાત્મા વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં મોજુદ છે. વીસમા મુનિસુવ્રતનાથના સમયથી તેઓ મહાવિદેહમાં બિરાજે છે. તેમનો પાંચસો ધનુષ્યનો દેહ છે, અને ક્રોડ પૂર્વનું આયુષ્ય છે. તે, આવતી ચોવીસીમાં અહીં તેરમા તીર્થંકર થશે ત્યારે મોક્ષે જશે. ભગવાન કુંદકુંદાચાર્ય સંવત ૪૯ માં ત્યાં સીમંધર ભગવાન પાસે ગયા હતા. આઠ દિ’ ત્યાં રહ્યા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્ર રચ્યાં છે. તેમાં આ કહે છે કે-ચિદ્બ્રહ્મ- ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા અંદર છે તેનો જ્યાં આશ્રય નથી ત્યાં ચારિત્ર નથી. કોઈ ભલે છ કાયના જીવની દયા ને પંચમહાવ્રતાદિનો વ્યવહાર પાળે, પણ એ કાંઈ ચારિત્રનો આશ્રય નથી અર્થાત્ એનાથી ચારિત્ર પ્રગટતું નથી. હવે આવું લોકોને આકરું પડે પણ શું થાય? મારગ તો આવો છે.
આમ બફમમાં ને બફમમાં (ભ્રમમાં) અંદર સચ્ચિદાનંદ ભગવાન છે એનો