સમયસાર ગાથા ર૮૩ થી ર૮પ ] [ ૩૨૯ કર, પચકખાણ કર; એટલે કે પરવસ્તુ જે બાહ્ય નિમિત્ત છે તેનો ત્યાગ કર અર્થાત્ એનું લક્ષ છોડી દે જેથી તત્સંબંધી ભાવનો પણ ત્યાગ થઈ જશે. અહીં એમ કહેવું છે કે જ્યારે નિમિત્ત-નૈમિત્તિક સંબંધમાં તું છો તો એ ભાવ થાય છે, પણ વસ્તુસ્વભાવમાં એ કાંઈ છે નહિ, તેથી વસ્તુના-સ્વના લક્ષમાં જતાં નિમિત્ત-નૈમિત્તિકભાવ છૂટી જાય છે. હવે કહે છે-
‘માટે એમ નક્કી થયું કે પરદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગાદિભાવો નૈમિત્તિક છે.
સ્ત્રી-કુટુંબ, ધન-સંપત્તિ દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ બાહ્યવસ્તુ નિમિત્ત છે અને તેના લક્ષે-સંબંધે થતા આત્માના રાગાદિ-પુણ્ય-પાપના ભાવો નૈમિત્તિક છે. ત્યાં નિમિત્ત- બાહ્યવસ્તુ કાંઈ નૈમિત્તિક ભાવ જે રાગાદિ તેને કરતું-કરાવતું નથી, તથા નૈમિત્તિકભાવ જે રાગાદિ તે નિમિત્તને લાવતું-છોડાવતું નથી. માત્ર નિમિત્ત ઉપર દ્રષ્ટિ રાખી પરિણમે છે તો નૈમિત્તિક રાગાદિભાવ થાય છે, અને નિમિત્ત ઉપરથી દ્રષ્ટિ ખસે છે ત્યારે નૈમિત્તિક ભાવ પરથી પણ દ્રષ્ટિ ખસે છે ને ત્યારે બન્ને દ્રષ્ટિમાંથી છૂટી જાય છે. આત્મા પરનો- વિકારનો સ્વભાવથી કર્તા છે નહિ માટે વિકાર છૂટી જાય છે, જો કર્તા હોય તો કદીય છૂટે નહિ.
હવે કહે છે-પરદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગાદિભાવો નૈમિત્તિક છે; ‘જો એમ ન માનવામાં આવે તો દ્રવ્ય-અપ્રતિક્રમણ અને દ્રવ્ય-અપ્રત્યાખ્યાનનો કર્તાપણાના નિમિત્ત તરીકેનો ઉપદેશ નિરર્થક જ થાય.’
એ પરનું લક્ષ છોડ ને પરના લક્ષે થતા વિકારને છોડ-એવો ભગવાનનો ઉપદેશ છે. અહાહા...! ભગવાન એમ કહે છે કે-અમારા પ્રત્યેનું લક્ષ પણ તું છોડી દે. જુઓ, જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી ધર્મીને પણ દેવ-ગુરુ આદિ પરદ્રવ્યના લક્ષનો શુભભાવ આવે છે, પણ વાસ્તવમાં એ અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન છે, એ કાંઈ સ્વરૂપનું વાસ્તવિક સાધન નથી.
પરદ્રવ્ય જે સ્ત્રી-કુટુંબ-પરિવાર આદિ એ તો પાપનાં નિમિત્ત છે, અને દેવ- ગુરુ-શાસ્ત્ર આદિ પુણ્યનાં નિમિત્ત છે, એ બેયનું પ્રતિક્રમણ કરાવ્યું છે. એ બેય દ્રવ્ય ને ભાવના ભેદે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો પરસ્પર સંબંધ (નિમિત્ત- નૈમિત્તિક સંબંધ) કઈ રીતે છે તે બતાવીને એમ કહે છે કે-ભગવાન! તું અકારક છો, માટે એ બેયને દ્રષ્ટિમાંથી છોડી દે. અહા! આ નૈમિત્તિક જે પુણ્ય-પાપના ભાવ એનો સંબંધ પરવસ્તુ-નિમિત્ત સાથે છે, તેથી એનું પડિક્કમણ કર, પચખાણ કર, અર્થાત્ પર તરફનું લક્ષને લક્ષવાળો ભાવ-બેયને છોડી દે. અહા! એ બાહ્યવસ્તુ અને એના લક્ષે થતો વિકારનો ભાવ એ તારા ઘરની-સ્વભાવની ચીજ નથી. અહા! એ