૩૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ વિકારનો કર્તા આત્મા છે નહિ. એ અજ્ઞાનભાવે એનો કર્તા પોતાને માને છે એ બીજી વાત છે. લ્યો, હવે આવું ઝીણું! એ બેયથી હઠવું એનું નામ પ્રતિક્રમણ. બાકી સવાર-સાંજ ‘પડિક્કમામિ ભંતે’ ઈત્યાદિ ભણી જાય એ તો ધૂળેય પડિક્કમણ નથી. એ તો રાગના પરિણામ છે અને એનો કર્તા થાય છે એ તો અપડિક્કમણ છે.
અહીં દ્રવ્યથી-બાહ્ય નિમિત્તથી હઠવાનું કહે છે કારણ કે એના તરફનું એને લક્ષ છોડાવવું છે. બાહ્ય નિમિત્તથી હઠી જા એનો અર્થ એમ કે નિમિત્તનું લક્ષ છોડી દે તો તારો ભાવ (-વિકાર) પણ છૂટી જશે, અને તું તારા જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં આવીશ. લ્યો, આનું નામ ધર્મ ને આ પડિક્કમણ છે. અહા! આવો ઉપદેશ દ્રવ્ય ને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો આત્માના અકર્તાપણાને જ જણાવે છે.
અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન બન્નેય બબ્બે પ્રકારનાં છે. એક તો દ્રવ્યનું એટલે પરદ્રવ્યનું લક્ષ અને બીજું ભાવનું એટલે પરદ્રવ્યના લક્ષે થતા વિકારનું આવું બેપણું એની પર્યાયમાં છે, પર્યાયના સંબંધમાં છે, પણ વસ્તુના સ્વભાવમાં નથી. તેથી પર્યાયમાં છે એનો ત્યાગ કરાવ્યો છે કેમકે એ ત્યાગ થઈ શકે છે, જો સ્વભાવમાં હોય તો ત્યાગ થઈ શકે નહિ અને એનો ઉપદેશ પણ બની શકે નહિ. એ બે પ્રકારનો ઉપદેશ દ્રવ્ય ને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો આત્મા અકર્તા છે એમ સિદ્ધ કરે છે. કેવો સરસ ન્યાય આપ્યો છે!
ભાઈ! એ દ્રવ્ય ને ભાવનું અપ્રતિક્રમણ અને દ્રવ્ય ને ભાવનું અપ્રત્યાખ્યાન તારી પર્યાયમાં છે. તે વર્તમાન કૃત્રિમ છે, તેને છોડ કેમકે એ તારો સ્વભાવ નથી. પરદ્રવ્યના લક્ષમાં જવું અને એના લક્ષે વિકાર કરવો એ (તારું) વસ્તુસ્વરૂપ નથી, વસ્તુએ તો તું અકર્તા છો ભગવાન!
અહાહા...! સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકીનાથ પરમાત્મા એમ કહે છે કે-તું અકારક છો ને પ્રભુ! જેવો હું છું તેવો તું અંદર આત્મા છો ને નાથ! હું જેમ જગતનો જાણનાર- દેખનાર છું તેમ તું પણ જગતનો જાણનાર-દેખનાર છો ને! અહા! આ પુણ્ય ને પાપનું લક્ષ જાય એ તારો અકૃત્રિમ સ્વભાવ નથી. અહા! તું પરલક્ષમાં જાય ને વિકાર કરે એ કાંઈ તારું સ્વરૂપ છે? (ના.) ભગવાન! તું એનાથી ભિન્ન નિરાળી ચીજ છો. અહા! તને અમારું લક્ષ થાય એ અપડિક્કમણ છે, અપ્રત્યાખ્યાન છે, કેમકે અમે પરદ્રવ્ય છીએ અને પરદ્રવ્યના લક્ષે રાગ જ થાય છે. માટે પરદ્રવ્યના લક્ષથી ને રાગથી હઠી જા. લ્યો, હવે આવો ઉપદેશ અને આવો મારગ! બીજે કયાંય છે નહિ.
અહીં નિમિત્ત ને નૈમિત્તિક ભાવ બેયને છોડ એમ કહેતાં અંદર આત્મા સ્વભાવથી અકર્તા છે એમ સિદ્ધ થાય છે. ભગવાનનો ઉપદેશ એમ આવ્યો કે-પડિક્કમણ