Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2807 of 4199

 

સમયસાર ગાથા ર૮૩ થી ર૮પ ] [ ૩૨૭

હવે આ વાણિયાને હાથ પડયો જૈનધર્મ! બિચારા વેપાર આડે નવરા પડે તો આનો વિચાર કરે ને? આખો દિ’ આ ભાવે લીધું ને આ ભાવે દીધું ને આટલું કમાણો- બસ એના સિવાય બીજો (-તત્ત્વનો) વિચાર જ ન હોય ત્યાં શું થાય? પણ ભાઈ! આ સમજવું પડશે હોં. તારા રૂપિયા તો કયાંય તિજોરીમાં રહેશે અથવા અન્ય અવસ્થાએ રહેશે, આ દેહ બળીને ખાખ થશે ને તું કયાંય ચાલ્યો જઈશ હોં. બધુંય ફરી જશે ભાઈ! ક્ષેત્ર ફરી જશે, કાળ ફરી જશે, ભવ ફરી જશે ને ભાવ ફરી જશે. ભગવાન! તું કયાં જઈશ? અહીં તો મોટો કરોડપતિ શેઠ હોય ને મરીને અરરર! વાંદરી ને કુતરીને પેટે જાય! શું થાય? માંસ-દારૂનું સેવન હોય નહિ એટલે નરકે તો ન જાય પણ માયા-કપટ ને આડોડાઈ ઘણી હોય એટલે આડોડાઈમાં જાય. આડોડાઈ એટલે આ ઢોરના શરીર આમ આડાં હોય છે એમાં જાય.

ધર્મ તો કર્યો ન હોય ને સ્વાધ્યાય આદિય ન કરે એટલે પુણ્યનાંય ઠેકાણાં ન હોય અને ધૂળ-પૈસા કમાવામાં ખૂબ કૂડ-કપટ-માયા કરે એટલે મરીને ઢોરમાં-તિર્યંચમાં જ જાય. માટે કહે છે-ભાઈ! એ પ્રપંચના ભાવ છોડીને સ્વ-સ્વરૂપમાં ઉદ્યમી થા. તારો ભગવાન એ પ્રપંચના ભાવોથી ભિન્ન છે. માટે પ્રપંચના ભાવોથી અને એનાં બાહ્ય નિમિત્તોથી હઠી જા. અહા! એ રાગદ્વેષાદિ ભાવો પરલક્ષે કૃત્રિમ ઊભા થયા છે; ભગવાન આત્મા એનો ખરેખર કર્તા નથી; જો કર્તા હોય તો ‘એનાથી હઠી જા’ એવો ભગવાનનો જે ઉપદેશ છે તે જ ન હોઈ શકે. સમજાણું કાંઈ...? હવે કહે છે-

‘અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો જે ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદે દ્વિવિધ (બે પ્રકારનો) ઉપદેશ છે તે, દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો, આત્માના અકર્તાપણાને જ જણાવે છે.’

શું કીધું? કે વિકારનો ભાવ તે નૈમિત્તિક છે ને બાહ્યવસ્તુ જે સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન, વેપાર-ધંધો વગેરે તે નિમિત્ત છે. એ બેને પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ત્યાં એ નિમિત્ત છે તો વિકાર થયો એમ નથી, અને વિકાર થયો માટે નિમિત્ત-ત્યાં આવ્યું એમેય નથી. પોતે પોતાના સ્વભાવને ભૂલીને વિકારભાવ કરે છે ત્યારે ત્યાં બીજી ચીજ સામે નિમિત્ત હોય છે બસ. આવો વિકારને ને બીજી ચીજને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે.

અહા! આ પુણ્ય-પાપના જે અસંખ્ય પ્રકારે વિકારી ભાવ છે એ નૈમિત્તિક છે અને બાહ્યચીજો એમાં નિમિત્ત છે. એ નિમિત્તને દ્રવ્ય કીધું ને વિકારને ભાવ કીધો. એ દ્રવ્ય અને ભાવને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. એ બેયનો સંબંધ છોડ એમ કહે છે; કારણ કે એ નિમિત્તના લક્ષે થયેલા વિકારો એ કાંઈ વાસ્તવિક-સાચું આત્મ સ્વરૂપ નથી. ‘એનાથી (બેયથી) પાછો હઠ’ -એ ઉપદેશનો અર્થ જ એ છે કે