Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2816 of 4199

 

૩૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ નહિ તે દ્રવ્ય-અપ્રતિક્રમણ છે. પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાને છોડીને પૂર્વે ગ્રહ્યા હતા તે પરમાં-શરીરાદિ પદાર્થોમાં રોકાઈ જવું તે દ્રવ્ય-અપ્રતિક્રમણ છે.

અને શરીરાદિ પર પદાર્થોના નિમિત્તે પૂર્વે જે રાગદ્વેષના ભાવ થયા હતા તેમને વર્તમાનમાં ભલા જાણવા, તેમના સંસ્કાર રહેવા, વા તે મારા હતા એમ તેમાં મમત્વ રહેવું તે ભાવ-અપ્રતિક્રમણ છે. અહા! પૂર્વે જે પરદ્રવ્યોના લક્ષે રાગદ્વેષાદિ ભાવો થયા હતા એનાથી વર્તમાનમાં પાછા ન ફરવું, એનાથી ખસવું નહિ એનું નામ ભાવ-અપ્રતિક્રમણ છે. અહા! તે એને મોટું મિથ્યાત્વનું પાપ છે.

આમ આ બધા લોકોની સેવા કરી ને આવા દાન દીધાં ને આમ જીવોની દયા પાળી-એમ જે પરદ્રવ્યોના લક્ષે રાગ વિકાર થયો હતો તેને વર્તમાનમાં ભલો જાણવો, તેના સંસ્કાર રહેવા અને તેનું મમત્વ રહેવું એ ભાવ-અપ્રતિક્રમણ છે. લ્યો, આવી આકરી વાત! સવાર સાંજ પાઠ કરતા હોય ને પડિક્કમણનો? એ સંપ્રદાયના-વાડાના લોકોને આ આકરું લાગે; એમ કે અમે પાઠ કરીએ ને એ પડિક્કમણ નહિ?

એ પડિક્કમણ નહિ બાપા! એ તો એકલો રાગ છે ભાઈ! પોતે સ્વવસ્તુ શું? ને એ પરવસ્તુ શું? -એનું હવે ભાનેય ન હોય એને પડિક્કમણ કેવું? પૂર્વે દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્‌યા હતા; એ પરદ્રવ્ય હતા. એના લક્ષથી પાછો હટયો નથી એ દ્રવ્ય-અપ્રતિક્રમણ છે; અને એમને ભલા જાણીને એમના પ્રતિ રાગ થયો હતો તેને વર્તમાનમાં ભલો જાણીને એનાથી પાછો હટયો નથી તે ભાવ-અપ્રતિક્રમણ છે. આવી વાત છે! સમજાણું કાંઈ...? આ અતીત કાળની વાત કરી. હવે કહે છે-

‘તેવી રીતે આગામી કાળસંબંધી પરદ્રવ્યોની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે દ્રવ્ય-અપ્રત્યાખ્યાન છે અને તે પરદ્રવ્યોના નિમિત્તે આગામી કાળમાં થનારા જે રાગાદિભાવો તેમની વાંછા રાખવી, મમત્વ રાખવું તે ભાવ-અપ્રત્યાખ્યાન છે.’

હવે ભવિષ્યમાં શરીર સારું રૂપાળું મળે તો ઠીક, સામગ્રી અનુકૂળ મળે તો ઠીક- એવી ભવિષ્યના પરદ્રવ્યની વાંછા રાખવી ને તેમાં મમત્વ કરવું તે દ્રવ્ય-અપ્રત્યાખ્યાન છે. ભવિષ્યસંબંધી પરદ્રવ્યનું પચખાણ નથી કર્યું તે દ્રવ્ય-અપ્રત્યાખ્યાન છે. અને પર-દ્રવ્યના નિમિત્તે આગામી કાળમાં થનારા પુણ્ય-પાપ આદિ ભાવોની વાંછા રાખવી, ભવિષ્યમાં આવા શુભાશુભ ભાવો થાય તો ઠીક એમ વિભાવની વાંછા રાખવી, એનું મમત્વ રાખવું તે ભાવ-અપ્રત્યાખ્યાન છે.

અહાહા...! આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ એકલી પવિત્રતાનો પિંડ છે. જેમ પુદ્ગલનો સ્કંધ ઘણા રજકણોનો ખંધ-સ્કંધ છે તેમ ભગવાન આત્મા અનંત અનંત ગુણનો ખંધ નામ પિંડ છે-અહા! એવી પોતાની નિર્વિકાર નિર્મળ પવિત્ર ચીજને ભૂલીને