સમયસાર ગાથા ૨૮૩ થી ૨૮પ ] [ ૩૩૭ આ શરીરાદિ પરદ્રવ્ય-જેની સાથે એને કાંઈ સંબંધ નથી તે-મને ભવિષ્યમાં હો એવી ઈચ્છા કરવી તે દ્રવ્ય-અપ્રત્યાખ્યાન છે. આ દેવ-ગુરુ-શાસ્ત્રનું લક્ષ કરીને ભવિષ્યમાં તેમનો મને સંયોગ હો-એમ વાંછા રાખવી અને તેમનું મમત્વ કરવું તે દ્રવ્ય-અપ્રત્યાખ્યાન છે; અને તેના લક્ષે જે શુભભાવો થશે તે ઠીક છે એમ એની વાંછા કરવી તે ભાવ- અપ્રત્યાખ્યાન છે.
‘આમ દ્રવ્ય-અપ્રતિક્રમણ ને ભાવ-અપ્રતિક્રમણ તથા દ્રવ્ય-અપ્રત્યાખ્યાન ને ભાવ-અપ્રત્યાખ્યાન-એવો જે અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાનનો બે પ્રકારનો ઉપદેશ છે તે દ્રવ્ય-ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને જણાવે છે.’
અહા! અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો ભગવાનનો બે પ્રકારનો ઉપદેશ છે તે દ્રવ્ય-ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને જણાવે છે. મતલબ કે જે રાગદ્વેષાદિ વિકાર પર્યાયમાં થાય છે તેનું કારણ આત્મા નથી, વા તે આત્માનો સ્વભાવ નથી. પણ જે વિકારના પરિણામ છે તે નૈમિત્તિક છે અને જેના લક્ષે તે વિકાર થાય છે તે પરદ્રવ્યો નિમિત્ત છે. આમ દ્રવ્ય જે પરવસ્તુ-પરદ્રવ્ય અને તેના લક્ષે પર્યાયમાં થતો જે વિકાર ભાવ તે બન્નેને નિમિત્ત-નૈમિત્તિકપણું છે. ત્યાં નૈમિત્તિક વિકારને નિમિત્ત ઉત્પન્ન કરે છે એમ નહિ, પણ નિમિત્તના લક્ષે નૈમિત્તિક ભાવ-વિકારનો ભાવ ઉત્પન્ન થાય છે. એ જ કહે છે કે-
‘માટે એમ ઠર્યું કે પરદ્રવ્ય તો નિમિત્ત છે અને રાગાદિભાવો નૈમિત્તિક છે.’ અહાહા...! આ રાગાદિભાવો છે તે નૈમિત્તિક છે, પરદ્રવ્યના-નિમિત્તના લક્ષે ઉત્પન્ન થયેલા છે. તેને ભગવાન આત્મા સાથે શું સંબંધ છે? તે નિમિત્ત જે પરવસ્તુ છે એની સાથે સંબંધ રાખવાવાળા છે.
આ શરીર છે તે જગતની ધૂળ છે, એની સાથે ભગવાન આત્માને કાંઈ સંબંધ નથી; આ વાણી છે તે જગતની ધૂળ છે. એની સાથે ભગવાન આત્માને કાંઈ સંબંધ નથી; આ આઠ કર્મ જે અંદરમાં છે તે જગતની ધૂળ છે, તેની સાથે ભગવાન આત્માને કાંઈ સંબંધ નથી. અહા! જગતની પ્રત્યેક વસ્તુ ભગવાન આત્માથી સંબંધરહિત ભિન્ન છે. અને તે પરવસ્તુના-નિમિત્તના લક્ષે ઉત્પન્ન થયેલા રાગાદિ ભાવો નૈમિત્તિક હોવાથી ભગવાન આત્માથી ભિન્ન છે. આવી વાત છે!
અહા! પરદ્રવ્ય નિમિત્ત છે, ને રાગાદિભાવો નૈમિત્તિક છે. ‘આ રીતે આત્મા રાગાદિભાવોને સ્વયમેવ નહિ કરતો હોવાથી તે રાગાદિ ભાવોનો અકર્તા જ છે એમ સિદ્ધ થયું.’
જુઓ, સહજ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવો શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી પ્રભુ આત્મા, કહે છે, સ્વયમેવ એટલે પોતે પોતાના સ્વભાવથી જ રાગાદિભાવો નહિ