૩૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ કરતો હોવાથી રાગાદિભાવોનો અકર્તા જ છે. અહાહા.....! આત્મા પરદ્રવ્યને, પરદ્રવ્યના લક્ષને અને રાગાદિને કરે એવો એનો સ્વભાવ જ નથી. તેથી તે રાગાદિભાવોનો અકર્તા જ છે-એમ સિદ્ધ થયું. હવે કહે છે-
‘આ પ્રમાણે જોકે આ આત્મા રાગાદિભાવોનો અકર્તા જ છે તોપણ જ્યાંસુધી તેને નિમિત્તભૂત પરદ્રવ્યનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાંસુધી તેને રાગાદિભાવોનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે, અને જ્યાંસુધી રાગાદિભાવોનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તે રાગાદિભાવોનો કર્તા જ છે.’
જુઓ, આત્મા સ્વભાવે અકર્તા જ હોવા છતાં જ્યાંસુધી એને ભૂતકાળ ને ભવિષ્યકાળના પરદ્રવ્યના લક્ષનો ત્યાગ નથી ત્યાં સુધી તેને નૈમિત્તિક રાગાદિભાવોનું પણ અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે. અને જ્યાંસુધી તે ભૂત-ભવિષ્યના પરદ્રવ્યોસંબંધી થતા રાગદ્વેષાદિ વિકારના ભાવોને છોડે નહિ ત્યાંસુધી તે રાગદ્વેષાદિ ભાવોનો કર્તા જ છે. અહા! જ્યાંસુધી ભૂત ને ભવિષ્ય કાળના વિકારી ભાવોનો-પુણ્ય-પાપના ભાવોનો એને પ્રેમ, સંસ્કાર ને મમત્વનો ભાવ છે ત્યાંસુધી તે રાગાદિનો કર્તા જ છે. સ્વભાવે અકર્તા છે છતાં વિકારને ને પરદ્રવ્યને ભલાં માનીને પરિણમે છે ત્યાંસુધી અજ્ઞાનભાવે તે રાગાદિનો કર્તા જ છે.
‘જ્યારે તે નિમિત્તભૂત પરદ્રવ્યનાં પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરે ત્યારે તેને નૈમિત્તિક રાગાદિભાવોનાં પણ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થઈ જાય છે, અને જ્યારે રાગાદિભાવોનાં પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થઈ જાય છે ત્યારે તે સાક્ષાત્ અકર્તા જ છે.’
અહાહા...! આત્મા ગયા કાળના પરદ્રવ્યના લક્ષથી પાછો વળે અને ભવિષ્યના પરદ્રવ્યનો પણ વર્તમાનમાં ત્યાગ કરે ત્યારે તેને નૈમિત્તિક રાગાદિભાવોનો દ્રષ્ટિમાંથી ત્યાગ થઈ જાય છે અને આનંદકંદ પ્રભુ આત્માનું લક્ષ ને ગ્રહણ થાય છે. લ્યો, ભૂત ભવિષ્ય સંબંધી પરદ્રવ્ય ને પરદ્રવ્યના નિમિત્તે થતા વિકાર-એનો જ્યારે ત્યાગ કરે અર્થાત્ અપ્રતિક્રમણ છે એનું પ્રતિક્રમણ કરે ત્યારે તે સ્વભાવમાં આવે છે અને એને સાચું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કહે છે. અહા! જ્યારે તે નિમિત્તભૂત દ્રવ્ય ને નૈમિત્તિક વિકારને દ્રષ્ટિમાંથી છોડી સ્વદ્રવ્યનું લક્ષ કરે ને એનો આશ્રય કરે ત્યારે તેને રાગાદિનાં પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન થાય છે અને ત્યારે તે સાક્ષાત્ અકર્તા થાય છે.
અહાહા...! આ તો ધર્મ કેમ થાય એની અલૌકિક વાતુ છે બાપા! શું કહે છે? કે પરવસ્તુ ને પરવસ્તુના નિમિત્તે થતો વિકાર-ભૂતકાળ ને ભવિષ્યકાળનો - એ બેય તરફથી પાછા હઠી જવું અને નિર્વિકાર નિજ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપમાં સાવધાન થઈ લીન થવું એનું નામ સમકિત ને ધર્મ છે.
અહાહા...! આત્મા શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે તે એક સમયમાં પૂરણ જ્ઞાન ને