Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2819 of 4199

 

સમયસાર ગાથા ૨૮૩ થી ૨૮પ ] [ ૩૩૯ આનંદનો સાગર પ્રભુ છે. એમાંથી ખસી જઈને, એનો આશ્રય અને લક્ષ કર્યા વિના અનાદિથી એને ભૂતકાળના શરીરાદિ પરદ્રવ્યોના પ્રેમમાં ઠીક લાગ્યું છે તે દ્રવ્ય અપ્રતિક્રમણ છે; વળી તે પરદ્રવ્યોના નિમિત્તે તેને થતા રાગાદિભાવોમાં તેને જે ઠીક લાગે છે તે ભાવ-અપ્રતિક્રમણ છે.

વળી તેવી રીતે આ વજ્રવૃષભનારાચ સંહનન હોય તો ઠીક, કેમકે એનાથી કેવળજ્ઞાન થાય, અને ભવિષ્યે મનુષ્યભવ હોય તો ભલો કેમકે એનાથી મુક્તિ થાય-એમ પરદ્રવ્ય પ્રત્યે ભવિષ્ય માટેના સંસ્કાર, મમતા તે ઠીકપણું રહે તે દ્રવ્ય-અપ્રત્યાખ્યાન છે, અને એ પરદ્રવ્યોના નિમિત્તે જે રાગાદિ ભાવ થશે તેમાં ઠીકપણું ને મમતા માને એ ભાવ-અપ્રત્યાખ્યાન છે. ભવિષ્યના પરદ્રવ્યો અને તેના નિમિત્તે થનારા રાગાદિથી પાછો હઠયો નથી તે દ્રવ્ય-ભાવરૂપ અપ્રત્યાખ્યાન છે.

ભાઈ! આ બરાબર સમજવું બાપુ! આ વારંવાર ઘૂંટી-ઘૂંટીને તો કહેવાય છે. પણ શું થાય? જેને સંસારનો અધિક રસ હોય તેને આનો (-આત્માનો) રસ લાગે નહિ. બિચારાને બધું લુખું-લુખું લસ લાગે. પણ ભાઈ! આ જીવન (-અવસર) જાય છે હોં. હમણાં જો ના સમજ્યો તો ક્યારે સમજીશ? (પછી અનંતકાળેય અવસર નહિ મળે).

અરે! એણે અનંતકાળમાં સ્વ ને પર શું છે? -એની ભિન્નતા જાણી નથી. એણે પરમાં સદાય એકતા માની છે. પરદ્રવ્ય ને પરદ્રવ્યના નિમિત્તે થતા રાગાદિ વિકાર સાથે એણે એકતા કરી રાખી છે. પણ બાપુ! એ મિથ્યાભાવ છે, જૂઠો ભાવ છે, સંસારમાં રખડવા માટેનો ભાવ છે. અહીં કહે છે-એ ભૂત-ભવિષ્ય-સંબંધી પરદ્રવ્ય ને પરદ્રવ્યને નિમિત્તે થતા ભાવોની એકતા તોડીને જ્યારે સ્વ-સ્વભાવમાં એકતા કરે ત્યારે સાચું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન થાય છે અને તે ધર્મ છે. લ્યો, આ પ્રમાણે તે સાક્ષાત્ અકર્તા થાય છે. વિકાર ને વિકારના નિમિત્તોથી પાછો હઠી શુદ્ધ સ્વભાવમાં આવે ત્યારે સાક્ષાત્ અકર્તા થાય છે. લ્યો, આ ગાથા પૂરી થઈ.

[પ્રવચન નં. ૩૪૧ (શેષ) ૩૪૨-૩૪૩ * દિનાંક ૧૪-પ-૭૭ થી ૧૬-પ-૭૭]