૩૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ પણ છોડતો નથી. અત્યારે તો લ્યો, છાપાંમાં આવે કે-મહારાજ પધાર્યા છે, આટલા દિ’ રોકાશે એટલે ગૃહસ્થો આવીને ચોકા કરે. અરે! બહુ બગડી ગયું ભાઈ! બધો ફેરફાર થઈ ગયો! નિશ્ચય તત્ત્વ તો ક્યાંય એકકોર રહી ગયું પણ વ્યવહારેય આખો બગડી ગયો! બહારમાંય કાંઈ ઠેકાણું ન રહ્યું! એને (-સાધુને) માટે પાણી ઉનાં કરવાં, આહાર બનાવવો, ઘરમાં બનાવતા હોય એમાં દાળ, ચોખા, લોટ વગેરે ઉમેરીને એને માટે આહાર બનાવવો-એ ઉદ્દેશિક આહાર છે. સાધુને ખબર હોય વા ખ્યાલમાં આવે કે આ આહાર- પાણી મારે માટે બનાવ્યો છે, ઉદ્દેશિક છે અને તે ગ્રહણ કરે તો તે પોતાને મહાપાપ ઉપજાવે છે. વાસ્તવમાં એ સાધુપદને શોભે નહિ, ઉદ્દેશિક આહાર ગ્રહણ કરે ત્યાં સાધુપણું રહે નહિ. લ્યો, આવી વાત આકરી પડે એટલે રાડું પાડે પણ શું થાય? તત્ત્વ તો જેમ છે તેમ છે.
પ્રશ્નઃ– પણ શ્રાવકને તો પુણ્ય થાય ને? ઉત્તરઃ– એને આહારદાનના શુભભાવથી પુણ્ય થાય પણ એ પાપાનુબંધી પુણ્ય છે કેમકે તે ઉદ્દેશિક આહાર આપે છે એ મિથ્યાત્વનું મહાપાપ તો સાથે ઊભું જ છે. અત્યારે તો પત્રોમાં ચોકખું આવે છે કે-અત્રે સાધુ બિરાજે છે, ચોકા કરવા આવો, ચોકા કરો ને આહારદાનનો લાભ લો. લ્યો, હવે આવું! પોતાને માટે બનાવેલો આહાર સાધુ લે, અને ગૃહસ્થ એને સાધુ માનીને દે-બન્ને ભ્રષ્ટ છે બાપા!
અહીં કહે છે-અધઃકર્મથી નીપજેલું અને ઉદ્દેશથી નીપજેલું એવું જે નિમિત્તભૂત આહારાદિ પુદ્ગલદ્રવ્ય તેને નહિ પચખતો આત્મા (-મુનિ) નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખતો નથી. સાધુને ખબર છે કે ગૃહસ્થને ઘરે બે જ માણસ છે ને આટલો બધો આહાર (-ભોજન) બનાવ્યો છે તે બીજા (-સાધુ) માટે બનાવેલો છે, ઉદ્દેશિક છે, અને છતાં તે આહાર લે તો કહે છે-નિમિત્તભૂત આહારાદિ દ્રવ્યોને નહિ પચખતો તે નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખતો નથી. અર્થાત્ અનિવાર્યપણે તેને બંધભાવ- પાપભાવ થાય જ છે જુઓ, આ બંધ અધિકાર છે ને? એમાં આ કહે છે કે સાધુ ઉદ્દેશિક આહારને ગ્રહણ કરે તે બંધસાધક ભાવ છે, પાપભાવ છે, બંધનું કારણ છે.
અહા! અધઃકર્મથી નીપજેલો ને ઉદ્દેશથી નીપજેલો આહાર મુનિને યોગ્ય નથી; છતાં એને મુનિ લે છે તો એને તેથી પાપબંધ જ થાય છે; એ તો ખરેખર વ્યવહારેય મુનિ કહેવા યોગ્ય નથી. આ વાત બહાર આવતાં બીજે ખળભળાટ મચી જાય છે, પણ શું થાય? વસ્તુતત્ત્વ તો આ છે ભાઈ!
કોઈ કહેતું હતું કે અત્યારે તો ઉદ્દેશિક આહાર જ લેવાય છે, કારણ કે અણ- ઉદ્દેશિક આહાર મળે ક્યાંથી? કોને ઘેર જઈને આહાર લેવાનો છે એ તો અગાઉથી નક્કી થઈ ગયું હોય છે. આ તો એક બે ચોકા હોય ને ત્યાં ઉનાં પાણી, શેરડીનો રસ, મોસંબીનો રસ, રોટલી, ઉનું દૂધ વગેરે સાધુના ઉદ્દેશથી કરે ને ત્યાં સાધુ