સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ] [ ૩૪૩
इति बन्धो निष्क्रान्तः। इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ बन्धप्ररूपकः सप्तमोऽङ्कः।।
ટીકાઃ– આ પ્રમાણે બંધ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.
ભાવાર્થઃ– રંગભૂમિમાં બંધના સ્વાંગે પ્રવેશ કર્યો હતો. હવે જ્યાં જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ ત્યાં તે બંધ સ્વાંગને દૂર કરીને બહાર નીકળી ગયો.
ત્યોં મતિહીન જુ રાગવિરોધ લિયે વિચરે તબ બંધન બાઢૈ;
પાય સમૈ ઉપદેશ યથારથ રાગવિરોધ તજૈ નિજ ચાટૈ,
નાહિં બંધૈ તબ કર્મસમૂહ જુ આપ ગહૈ પરભાવનિ કાટૈ.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં બંધનો પ્રરૂપક સાતમો અંક સમાપ્ત થયો.
હવે દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાનું ઉદાહરણ કહે છેઃ-
‘જેમ અધઃકર્મથી નીપજેલું અને ઉદ્દેશથી નીપજેલું એવું જે નિમિત્તભૂત (આહાર આદિ) પુદ્ગલદ્રવ્ય તેને નહિ પચખતો આત્મા (-મુનિ) નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખતો નથી, તેમ...’
જુઓ, સાધુને માટે સાધુએ કહ્યું હોય ને આહાર બન્યો હોય એને અધઃકર્મ કહે છે. સાધું કહે કે -અમારે માટે આ બનાવજો, પીણું ગરમ કરાવજો ઈત્યાદિ અને ગૃહસ્થો તેમ આહારાદિ કરે એને અધઃકર્મ દોષ કહે છે, તે મહાપાપ છે.
વળી ઉદ્દેશથી નીપજેલું એટલે સાધુના નિમિત્તે ગૃહસ્થો આહારાદિ બનાવે, પાણી ભરી લાવી ઉનું કરે, સાધુને આ જોઈશે ને તે જોઈશે એમ વિચારી અનેક પ્રકારની રસોઈ બનાવે, કેરી લાવે, મોસંબી લાવે ઇત્યાદિ બધું ઉદ્દેશીને આહાર બનાવે તે ઉદ્દેશિક આહાર છે. ભલે સાધુએ કહ્યું ન હોય પણ એમને ઉદ્દેશીને કરે તે ઉદ્દેશિક આહાર છે.
અહા! અહીં કહે છે-અધઃકર્મથી અને ઉદ્દેશથી નીપજેલો નિમિત્તભૂત જે આહારાદિ તેને સાધુ છોડતો નથી તે, તેના સંબંધે જે પાપભાવ નીપજે છે તેને