Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2834 of 4199

 

૩પ૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ ત્યારે સ્વદ્રવ્યના આશ્રયે તેને સ્થિરતા વધે છે. આ તો ન્યાયના સિદ્ધાંત બાપુ! અહીં તો દ્રષ્ટાંતથી સમજાવ્યું છે. લોકો (નિશ્ચય, નિશ્ચય-એમ) રાડુ પાડે છે પણ બાપુ! એમાં (- સમયસારમાં) બધું છે ભાઈ! ચરણાનુયોગનું છે, કરણાનુયોગનુંય છે. પ્રથમાનુયોગનું આમાં કથા તરીકે ન હોય પણ આચાર્ય જયસેનની ટીકામાં પાંડવો વગેરે ઘણા મુનિવરોની કથાય આવે છે.

અધઃકર્મ એટલે સાધુ કહે કે મારા માટે આહાર-પાણી બનાવો અને ગૃહસ્થ એના માટે એ પ્રમાણે બનાવે તે આહારને અધઃકર્મ અર્થાત્ મહાપાપથી નીપજેલો આહાર કહેવાય. અને ઉદ્દેશિક એટલે સાધુએ કીધું ન હોય પણ ગૃહસ્થે એને માટે કરેલો હોય તે ઉદે્શિક આહાર છે. અહીં આહારના દ્રષ્ટાંત વડે દ્રવ્ય ને ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું દ્રઢ કર્યું છે. આહાર તે નિમિત્ત છે અને એના આશ્રયે થતો વિકારી ભાવ તે નૈમિત્તિક છે એમ નિમિત્ત-નૈમિત્તિકપણું સમજાવ્યું છે.

‘જે પાપકર્મથી આહાર નીપજે તે પાપકર્મને અધઃકર્મ કહેવામાં આવે છે, તેમ જ તે આહારને પણ અધઃકર્મ કહેવામાં આવે છે. જે આહાર ગ્રહણ કરનારના નિમિત્તે જ બનાવવામાં આવ્યો હોય તેને ઉદે્શિક કહેવામાં આવે છે.’

જુઓ, આહાર નીપજે એમાં પાપકર્મ થાય છે. ત્યાં એ પાપકર્મને અધઃકર્મ કહે છે. તેમ જ તે આહારને પણ અધઃકર્મ કહે છે, જે પાપકર્મ છે એને તો અધઃકર્મ કીધું પણ આહારને પણ અધઃકર્મ કીધું. એનો અર્થ શું? કે અધઃકર્મથી નીપજેલો જે આહાર છે તેને ગ્રહણ કરવાનો ભાવ છે એ અધઃકર્મ-પાપકર્મ છે ને તેથી આહારને પણ અધઃકર્મ કહેવામાં આવે છે.

વળી સાધુના નિમિત્તે ગૃહસ્થ જે આહાર-પાણી બનાવે તે ઉદે્શિક આહાર છે. આજે મહારાજ આહાર માટે પધારવાના છે, માટે એમના માટે આહાર-જલ બનાવો -એમ બનાવેલો આહાર ઉદે્શિક આહાર છે.

‘આવા (અધઃકર્મને ઉદે્શિક) આહારને જેણે પચખ્યો નથી તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો નથી...........’

શું કીધું? કે આવો અધઃકર્મ ને ઉદે્શિક આહાર જેણે પચખ્યો-છોડયો નથી તેણે એના નિમિત્તે થતા વિકારી ભાવને પચખ્યો-છોડયો નથી. અહા! વીતરાગના મારગડા ન્યારા છે પ્રભુ! અત્યારે તો બધો ફેરફાર કરી નાખ્યો. આવું સત્ય બહાર આવ્યું એટલે એનો વિરોધ કરવા લાગ્યા કે-આ લોકો (-સોનગઢવાળા) સાધુને માનતા નથી, અને એને મિથ્યાદ્રષ્ટિ કહે છે.

અરે ભાઈ! અમને તો ‘ણમો લોએ સવ્વસાહૂણં’ છે; પણ શું થાય? સાચા સાધુ તો હોવા જોઈએને! પણ જેની પ્રરૂપણા જ ‘આસ્રવથી સંવર થાય’ -એમ વિપરીત