સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ] [ ૩પ૩ અને તેના સંબંધે થતા વિકારી ભાવને પચખે છે ત્યારે સ્વદ્રવ્યનો આશ્રય સંપૂર્ણ-પૂરો થાય છે અને એને કેવળજ્ઞાન થાય છે. આવી વાત છે.
-ઉદે્શિક આદિ દોષયુક્ત આહાર લેવાનો બંધસાધક ભાવ હોય ત્યાં મુનિપણું હોતું નથી; અને
-સાચા ભાવલિંગી મુનિવરને નિર્દોષ આહાર-પાણી લેવાનો, છ જીવ-નિકાયની રક્ષાનો ઈત્યાદિ વિકલ્પ રહે ત્યાં સુધી કેવળજ્ઞાન થતું નથી.
ભાઈ! સિદ્ધાંત તો આમ છે. ભગવાને કહેલાં તત્ત્વોનું સત્ તો આ રીતે છે. કોઈ ઉંધું માને એથી કાંઈ સત્ અસત્ ન થઈ જાય અને અસત્ સત્ ન થઈ જાય.
પ્રથમ તો વ્યવહારથી લાભ થાય એવી જે દ્રષ્ટિ છે તે જૂઠી છે. સમકિતીને તે નથી. સમકિતીને શુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિ થતાં તેને વ્યવહારમાં હેયપણું થઈ જાય છે. પરંતુ સ્વદ્રવ્યનો શુદ્ધ એક જ્ઞાયકબિંબ પ્રભુ આત્માનો આશ્રય તેને જેટલો ઓછો છે તેટલો તેને પરદ્રવ્યનો આશ્રય થાય છે અને તેટલો તેને બંધસાધક ભાવ-વ્યવહારનો ભાવ ઉત્પન્ન થાય છે. આ રીતે તેને યથાક્રમ વ્યવહાર હોય છે. પણ તેને એમાં હેયબુદ્ધિ છે ને? તેથી તે સ્વદ્રવ્યનો આશ્રય ઉગ્ર કરીને, સમસ્ત પરદ્રવ્યનું લક્ષ છોડતો થકો સર્વ વ્યવહારને ઉડાવી દે છે, અને સ્વદ્રવ્યનો પૂર્ણ આશ્રય કરીને કેવળજ્ઞાન ઉપજાવે છે. લ્યો, અહીં તો સર્વ વ્યવહારના ભાવોને ઉડાવી દેવાની વાત છે. સમજાણું કાંઈ...?
‘અહીં અધઃકર્મ ને ઉદ્દેશિક આહારના દ્રષ્ટાંતથી દ્રવ્ય ને ભાવનું નિમિત્ત- નૈમિત્તિકપણું દ્રઢ કર્યુ છે.’
અધઃકર્મ ને ઉદ્દેશિક આહાર એ પરદ્રવ્ય નિમિત્ત ને એના આશ્રયે થતો વિકારનો ભાવ તે નૈમિત્તિક. આ પ્રમાણે દ્રવ્ય-ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું છે. નિમિત્તનું-પરદ્રવ્યનું લક્ષ કરે એને નૈમિત્તિક વિકારી ભાવ થાય એવો નિમિત્ત-નૈમિત્તિક વ્યવહાર ઊભો થાય છે. મતલબ કે એટલો સ્વદ્રવ્યનો એને આશ્રય છે નહિ. જેટલો નિમિત્ત-નૈમિત્તિક સંબંધમાં જાય એટલો સ્વદ્રવ્યનો આશ્રય નથી.
અજ્ઞાનીને સ્વદ્રવ્યનો આશ્રય સર્વથા હોતો નથી.
આત્મા-સ્વદ્રવ્ય પોતે જે સ્વરૂપે છે તેનો પ્રથમ આશ્રય લેતાં સમ્યગ્દર્શન-અબંધ પરિણામ ઉત્પન્ન થાય છે અને ત્યારે એને વ્યવહારની રુચિ છૂટી જાય છે. પછી તે જેટલું પરદ્રવ્ય-નિમિત્તનું લક્ષ છોડે છે તેટલા તત્સંબંધી રાગને તે છોડે છે અને