Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2841 of 4199

 

સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ] [ ૩૬૧

જોયું? ‘विवेच्य’ એટલે ભિન્ન કરીને..... , અહાહા....! સર્વોત્કૃષ્ટ નિમિત્ત અરિહંત પરમાત્મા હો તોપણ એનાથી પોતાને-સ્વદ્રવ્યને ભિન્ન કરીને તે પોતાના આત્માને પામે છે.

અહા! સિંહ આદિ પશુઓ, મનુષ્યો અને દેવતાઓ સમોસરણમાં ભગવાનની પાસે આવે છે અને અત્યંત નિર્ભય અને નમ્ર થઈને ખૂબ વિનયથી ભગવાનની વાણી સાંભળે છે. પણ જ્યાં સુધી સાંભળવામાં ને ભગવાનના દર્શનમાં લક્ષ છે ત્યાં સુધી તો રાગ છે, વિકલ્પની જાળ છે. અહીં કહે છે-એ વિકલ્પ-જાળને-રાગની સંતતિને ઉખેડી નાખવા માગતો પુરુષ-આત્મા ભગવાન અને ભગવાનની વાણીના લક્ષને મહા ઉદ્યમ વડે છોડી દે છે. અહા! તે સર્વ પરદ્રવ્યને પોતાથી ભિન્ન કરી દે છે અર્થાત્ સર્વ પરદ્રવ્યનું લક્ષ છોડી દે છે.

‘સમસ્ત પરદ્રવ્યને ભિન્ન કરીને...’ લ્યો, આમાંથી કેટલાક આવો અર્થ કાઢે છે કે બધું ત્યાગ કરીને જંગલમાં ચાલી જાવું. પણ ભાઈ! આ તો અંદર આત્મામાં ચાલી જવાની વાત છે ભગવાન! બીજે ક્યાં ગરી ગયો છે એ? અહા! જેને અંદર પોતાના ચૈતન્યમહાપ્રભુનો આશ્રય થયો છે તે બહાર ઘરમાં હો કે વનમાં, એને એ બધું પરજ્ઞેય તરીકે છે. હા, એને જેટલું ઘરમાં કે વનમાં રહેવાનું અંદર લક્ષ છે એટલો રાગ છે અને વિવેકી પુરુષ જોરથી-મહા ઉદ્યમ વડે એ પરદ્રવ્યના લક્ષને છોડી દે છે અર્થાત્ પોતાને એનાથી ભિન્ન કરી દે છે અને સ્વસ્વરૂપને પ્રાપ્ત કરી દે છે.

અહા! પરદ્રવ્ય અંદર આત્મામાં ક્યાં ગરી ગયું છે કે એનો ત્યાગ કરે? તો અહીં ભાષા તો એમ છે કે- ‘સમસ્ત પરદ્રવ્યને બળથી ભિન્ન કરીને.....’ લ્યો, એક કોર ભગવાન! એમ કહે કે-પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ ભગવાન આત્મામાં નથી અને વળી બીજી કોર એમ કહે કે-પરદ્રવ્યને પચખો-ત્યાગો. અહા! આ કેવું! !

ભાઈ! એક રજકણ પણ કે દિ’ આત્મામાં ગરી ગયો છે કે ત્યાગે? પણ ઉપદેશની શૈલીમાં, રાગનો ત્યાગ કરાવવો છે એટલે જેના લક્ષે રાગ થાય છે તે પરદ્રવ્યને છોડ એમ કહેવામાં આવે છે. અહા! પરદ્રવ્યનું લક્ષ મટતાં તત્સંબંધી રાગ મટી જાય છે અને ત્યારે પરદ્રવ્ય ત્યાગ્યું એમ કહેવામાં આવે છે. બાપુ! શબ્દના ભાવમાં જરાય ફેર પડી જાય તો આખો ફેર થઈ જાય લ્યો, ‘વિવેચ્ય’ - ‘ભિન્ન કરીને..’ એટલે પરદ્રવ્યનું લક્ષ સંપૂર્ણ છોડી દઈને... એમ અર્થ છે. બંધ અધિકાર છે ને? તો પરને લક્ષે-આશ્રયે બંધ જ થાય એમ સિદ્ધાંત કહે છે.

પ્રશ્નઃ– તો પછી તમે આ બંધનાં કારણો કેમ ઊભાં કરો છો? આ ૨૬ લાખનાં મંદિર થયાં ને વીસ-વીસ લાખ પુસ્તકો છપાયાં ને હજી છપાયે જાય છે; આ બધું શા માટે?

ઉત્તરઃ– ભાઈ! મંદિર ને પુસ્તકો ઈત્યાદિ પરદ્રવ્યની ક્રિયા તો જે કાળે થવાની