સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ] [ ૩૬૭ થા. એમ કરતાં સર્વ અહિતનો નાશ થઈ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ નિરાકુળ આનંદ ને શાંતિની દશા પ્રગટ થશે; અને એ જ હિત છે.
પરથી ખસીને સ્વના આશ્રયમાં જવું ને રહેવું-આ એક જ હિતનો-મોક્ષનો પંથ છે. બાકી પરના લક્ષે દયા, દાન, ભક્તિ ઈત્યાદિના પરિણામ કોઈ (કર્તા થઈને) કરે એનાથી તો ભવપરંપરા મળે, ચારગતિમાં પરિભ્રમણ થાય. ધર્મીને પૂરણ વીતરાગતા ન થાય ત્યાં સુધી આવા પુણ્યભાવ આવે છે. આવ્યા વિના રહેતા નથી; પણ તેને તે બંધસાધક જ માને છે અને અંતરના ઉગ્ર-અતિ ઉગ્ર આશ્રય દ્વારા એને તે ક્રમશઃ ખતમ કરી દઈ પૂરણ આનંદની દશાને પ્રાપ્ત કરી લે છે. આવો મારગ છે.
હવે બંધ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે જ્ઞાનના મહિમાના અર્થનું કળશ કાવ્ય કહે છેઃ-
‘कारणानां रागादीनां उदयं’ – બંધના કારણરૂપ જે રાગાદિક (રાગાદિભાવો) તેમના ઉદયને ‘अदयम्’ નિર્દય રીતે (અર્થાત્ ઉગ્ર પુરુષાર્થથી) ‘दारयत्’ વિદારતી થકી,.... .... .... ..
જુઓ, આ લોકોત્તર માર્ગ કહે છે. શું કહે છે? કે બંધના કારણરૂપ જે અનાદિથી રાગદ્વેષમોહના ભાવો છે તેનો, આત્માના અતિ ઉગ્ર આશ્રય વડે નાશ કરી દે છે. લ્યો, હવે રાગાદિ શું છે એય લોકોને સમજવું મુશ્કેલ પડે છે. આ બીજાનું આમ ભલું કરી દઉં, જગતનું કલ્યાણ કરી દઉં ને જગતના સુખના પંથે દોરી જઉં ઈત્યાદિ જે ભાવ છે એ બધા બંધના કારણરૂપ રાગાદિભાવ છે. અહા! પુણ્ય ને પાપના બધાય ભાવ બંધના કારણરૂપ રાગાદિભાવ છે. તેમના ઉદયને સ્વભાવના ઉગ્ર પુરુષાર્થથી નિર્દય રીતે નાશ કરે છે. નાશ કરે છે એટલે શું? કે પોતે પોતાના શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવમાં સંલગ્ન રહે છે તો રાગ ઉત્પન્ન જ થતો નથી એને રાગનો નિર્દય રીતે નાશ કરે છે એમ કહેવાય છે. અહાહા....! અંદર નિર્દોષ નિર્વિકાર ચિન્મૂર્તિ પ્રભુ આત્મા વિરાજે છે તેનો આશ્રય લેતાં નિર્દોષ, નિર્વિકાર દશા થાય ને સદોષ દશા જાય એને સદોષનો નાશ કરે છે એમ કહેવામાં આવે છે.
લોકો તો બાયડી, ધંધા વગેરેના રાગને જ રાગ સમજે છે. પણ ભાઈ! આ દયા, દાન, ભક્તિ, પૂજા ને અહિંસાદિ વ્રતના પરિણામ-એય બધો રાગ જ છે, એ કાંઈ શુદ્ધ ચૈતન્યના પરિણામ નથી. અહાહા...! ચૈતન્યપ્રકાશનું પૂર, ચૈતન્યજ્યોતિસ્વરૂપ પ્રભુ આત્મા અંદર ઝળહળ ઝળહળ પ્રકાશે છે. એમાં આ શુભાશુભ પુણ્ય-પાપના ભાવ ક્યાં છે! અહા! પણ આવી વાત એને-રાંકને બેસે નહિ, હવે એક બે બીડી સરખી પીવે ત્યારે તો ભાઈ સા’બને દસ્ત ઉતરે ને કપ બે કપ ચા પીવે ત્યારે મગજ ઠેકાણે આવે