૩૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ અજ્ઞાન છે. અહીં કહે છે એ અજ્ઞાનનો નાશ કરતી સમ્યક્ પ્રકારે જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. અહાહા...! પોતે રાગ વગરની ચીજ જ્ઞાનસ્વરૂપ પ્રભુ આત્મા છે. તે પરથી હઠી અંદર સ્વસ્વરૂપમાં જાય છે ત્યારે સ્વને સ્વ-જ્ઞાનસ્વરૂપ જાણે છે ને રાગને આંધળો અજ્ઞાનમય પર જાણે છે. આ પ્રમાણે સ્વપરની વહેંચણી કરતું સ્વપરપ્રકાશક જ્ઞાન જે શક્તિરૂપે અંદર છે તે પર્યાયમાં પ્રગટ થાય છે. આ મોક્ષનો મારગ અને આ ધર્મ છે. અહો! રાગથી ભિન્ન પડીને જ્ઞાન જ્ઞાનમાં આવ્યું ને સ્થિર થયું તે ધર્મ છે. આવી વાત છે!
અહા! તે જ્ઞાનજ્યોતિ સારી રીતે કેવી સજ્જ થઈ? તો કહે છે- ‘तद्–वत् यद– वत’ એવી રીતે સજ્જ થઈ કે ‘अस्य प्रसरम् अपरः कः अपि न आवृणोति’ તેના ફેલાવને બીજું કોઈ આવરી શકે નહિ.
અહાહા...! જ્ઞાનનો પ્રકાશ જ્ઞાનસૂર્ય પ્રભુ આત્મા છે. શું કીધું? કે આત્મા જ્ઞાનસૂર્ય છે. આ સૂર્યનો પ્રકાશ તો જડ આંધળો છે. એને ખબરેય નથી કે હું પ્રકાશ છું. પણ આ સ્વ અને પરને પ્રકાશનારો જ્ઞાનપ્રકાશ ભગવાન જ્ઞાનસૂર્યમાં એકાગ્ર થઈ જ્યાં ઝગમગ- ઝગમગ પ્રગટ થયો ત્યાં એ જ્ઞાનપ્રકાશના ફેલાવને હવે કહે છે, કોઈ રોકી શકે નહિ. પહેલાં જ્ઞાનને રાગ ને પુણ્યમાં રોકીને એમ માનતો હતો કે આ (રાગ ને પુણ્ય) હું છું. એનાથી મને લાભ છે. પણ હવે એ અજ્ઞાન જ જ્યાં છૂટી ગયું, રાગથી જ્યાં ભિન્ન પડી ગયો ત્યાં જ્ઞાન જ્ઞાનમાં એકાગ્ર થયું અને ત્યારે જે જ્ઞાનજ્યોતિ પોતાથી પ્રગટ થઈ તેના ફેલાવને હવે કોઈ આવરણ કરનારૂં નથી એમ કહે છે; અર્થાત્ તે આખા લોકાલોકને જાણવાના સામર્થ્ય સહિત પ્રગટ થઈ છે. આવી વાત છે!
અનાદિથી એને રાગાદિ-પુણ્ય-પાપના ભાવોમાં મારાપણું હતું તે અજ્ઞાનરૂપી અંધકાર હતો. પણ હવે જ્યારે રાગરહિત ભગવાન ચૈતન્યબિંબમાં સ્વામિત્વ કરીને એકાગ્ર થયો ત્યાં અજ્ઞાન-અંધકાર નાશ પામી ગયો અને અતિ ઉજ્જવળ જ્ઞાનના પ્રકાશ સહિત જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ. અહા! પોતે જ્ઞાનસ્વરૂપી ભગવાન અંદર છે તેનો આશ્રય કરતાં રાગદ્વેષમોહનું અજ્ઞાન નાશ પામી ગયું ને જ્ઞાનની અતિ નિર્મળ નિર્વિકાર પવિત્ર દશા પ્રગટ થઈ. અહા! આનું નામ ધરમ; ને આનાથી જન્મ-મરણ મટે એમ છે; બાકી કરોડોનું દાન કરે, મંદિરો બંધાવે, ઉત્સવો કરે ને ગજરથ કાઢે, પણ એ બધો શુભરાગ છે, બધા બહારના ભપકા છે, એનાથી જન્મ-મરણ ના મટે. સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે- અનાદિથી પરવસ્તુમાં સ્વામિત્વપણે લીન હતો; અને તેથી એને રાગદ્વેષમોહ ને બંધન થતાં હતાં. પણ પરથી ખસીને હવે જ્યાં અંદર સ્વસ્વરૂપમાં